મણિલાલ દેસાઈ ~ સરકી જાયે પલ

સરકી જાયે પલ…
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !

નહીં વર્ષામાં પૂર,
નહીં ગ્રીષ્મ મહીં શોષાય,
કોઈના સંગનિ:સગની એને
કશી અસર નવ થાય,
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ !

છલક છલક છલકાય
છતાં યે કદી શકી નવ ઢળી,
વૃન્દાવનમાં,
વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી,
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ !

– મણિલાલ દેસાઈ

આજે ઊર્મિકવિ મણિલાલ દેસાઇનો જન્મદિવસ

સાંભળો કવિનું આ ચિરસ્મરણીય ગીત  

19.7.21

કાવ્ય : મણિલાલ દેસાઇ સંગીત : અજિત શેઠ સ્વર : હરીહરન

***

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

19-07-2021

ખૂબ જ સરસ ગીત, હરિહરણ જી ગાયું એ એકદમ ભાવનારુપ.

Sarla Sutaria

19-07-2021

ખૂબ સુંદર ઊર્મિ કાવ્ય. કવિશ્રીને જન્મદિવસની અઢળક શુભકામનાઓ ???

છબીલભાઈ ત્રિવેદી

19-07-2021

આજનુ મણીલાલ દેસાઈ નુ કાવ્ય ખુબજ ગમ્યું આજે કવિ નો જન્મદિવસ છે તો તેની વધાઈ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: