મિલિન્દ ગઢવી ~ તું મળે

તું મળે તો ઉજાસ થઈ જાશે
આંખનો પણ વિકાસ થઈ જાશે

ચાલ તારા વિચારમાં આવું
એ બહાને પ્રવાસ થઈ જાશે

એમ માનીને રોજ જીવું છું
કાલે દુનિયા ખલાસ થઈ જાશે

એક દિ’ આ બધાં સ્મરણ તારાં
મારી ગઝલોના પ્રાસ થઈ જાશે

એને મંદિરની બ્હાર ના કાઢો
ખાલી ખોટો ઉદાસ થઈ જાશે

– મિલિન્દ ગઢવી

જેના પ્રેમમાં હોઈએ એના વિચારમાં કેટલી પળો જતી હોય ! પણ આ મનવિહારને પ્રવાસ કહેવાનું તો કવિ જ વિચારી શકે ! અને ‘એમ માનીને રોજ જીવું છું, કાલે દુનિયા ખલાસ થઈ જાશે !’ કાશ આપણે આવી રીતે જીવનનો આનંદ લૂંટી શકતા હોઈએ !

9.9.21

***

Sarla Sutaria

11-09-2021

મિલિન્દભાઈની મજાની ગઝલ.

છબીલભાઈ ત્રિવેદી

11-09-2021

ભાઈ શ્રી મિલીન્દ ગઢવી ની રચના ખુબ સરસ અમારા મિત્ર છે ખુબ રૂબરૂ સાંભળેલા છેસરસ રચના ઓ હોય છે અભિનંદન આભાર લતાબેન

મયૂર કોલડિયા

10-09-2021

બધા શેર મજાના…. ઉમદા ગઝલ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

09-09-2021

સરસ સાદી બાનીમાં સુંદર પ્રેમ ભાવ વ્યક્ત થયો છે.

કિશોર બારોટ

09-09-2021

મજાની ગઝલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: