એસ.એસ.રાહી ~ ઝૂલું છું

ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક
સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક

શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દે
કે મારા મન પે જમાનાનો કાટ છે માલિક

નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલક
કે પાણિયારે મથુરાની માટ છે, માલિક

હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક

હું એમા લેટું તો ઉતરે છે થાક ‘રાહી’નો
હા, મારી પાસે સુમિરનની પાટ છે, માલિક

– એસ.એસ. રાહી

આ સઘળું જગત માલિકની દેન છે, ઈશ્વરની રચના છે અને આપણી પાસે જે કંઇ છે એ ઈશ્વરે આપેલું છે એવો ભાવ અનેક ભજનોમાં કવિતામાં ગવાયો હશે પણ આ રચનાનું સૌંદર્ય કંઈક જુદું જ છે, હૃદયને ઝંકૃત કરી દે એવું…. મનને ભાવસભર બનાવી દે એવું….. આખી રચના સૂફી ભાવસૌંદર્યથી ભરપૂર છે.

11.9.21

આભાર આપનો

15-09-2021

આભાર આપનો

સરલાબેન, છબીલભાઈ, મેવાડાજી, લલિતભાઈ, સિકંદરભાઈ, દિનેશભાઇ અને પ્રણવભાઈ.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

12-09-2021

આજના કાવ્યવિશ્ર્વ નુ કાવ્ય રાહી સાહેબ નુ ખુબજ સુન્દર આપણા સંત કવિઓ ની રચના ઓ પણ ખુબજ આધ્યાત્મિક અનેજીવન વિષે ના ઉચ્ચ મુલ્યો નુ નિરૂપણ કરે છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

11-09-2021

પ્રભુની સામે બેસી પ્રાર્થનામય વાત કરતા હોય એવો અનુભવ થયો. આપે યોગ્યજ કહ્યું છે કે સંપૂર્ણ સૂફીયાના ગઝલ કહી શકાય. ખૂબ ગમ્યું.

લલિત ત્રિવેદી

11-09-2021

ક્યા બાત.. વાહ વાહ
સમસ્ત વિશ્વ બનારસ નો ઘાટ

Sarla Sutaria

11-09-2021

અધ્યાત્મની રાહે ચાલતી સુંદર મજાની બહેતરીન ગઝલ. મને હજુ એમને સાંભળવાનો મોકો મળ્યો નથી પણ એમની ગઝલો વાંચીને માણું છું. ઈશ્વરનો આભાર કે હું સમર્થ ગઝલકારોના સમયની દુનિયામાં શ્વસુ છું. છે

-સિકંદર મુલતાની

11-09-2021

વાહ..
‘રાહી’ સાહેબની બહેતરીન ગઝલ..
એક મશાયરામાં રાહીજીએ આ ગઝલ રજુ કરી જમાવટ પાડી દીધી હતી..
એમનાં મુખે તરન્નુમ્મમાં ગઝલ માણવી એ પણ એક લ્હાવો છે..

દિનેશ ડોંગરે નાદાન

11-09-2021

રાહી સાહેબ મારા મનગમતા ગઝલકાર છે. એમની ગઝલોમાં તસવવુફ વિશેષ મહત્વ ધરાવે છે. પ્રસ્તુત ગઝલ એનું સચોટ પ્રમાણ છે.

Pranav thaker

11-09-2021

Wah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: