રીના મહેતા ~ઘાસ

વરસાદનું પાણી પી-પીને

પોચી પડી ગયેલી માટીવાળા

આ વિશાળ મેદાનમાં

ફેલાઈ ગયું છે ઘાસનું સામ્રાજ્ય

દૂર નજર પડે ત્યાં સુધી

ઘાસ જ ઘાસ.

અજાણી વેલીઓ એકમેકને વીંટળાઇ

રચી દે છે લીલી ટેકરી

ને એની પાછળ

ડહોળા પાણીમાં ઊભેલું કાળું ડુક્કર

જોતાં જોતાં

મારી નજર પડે તે પહેલાં જ એક ધોળું પંખી

લીલાશ વચાળે સફેદ લીટી ચીતરતું

ઊંચે ઊડી જાય છે

ને અગાસીનો દાદર ચઢી

ઘાસ જોવા ઊભેલી હું પણ

મને લાગું છું

ઊંચું માથું કરી આકાશે જોતું ઘાસ. – રીના મહેતા

લીલાછમ ઘાસની ભીનાશ અને નમણાશ લઈને આવેલું એક અછાંદસ…  ચોમાસા પછી તરત ઊગી નીકળેલા ઘાસને જોવાનું આહ્લાદક લાગે પણ એની સાથે ઘાસ બની ગયાનું ફિલ થવું એ તો અદભૂત…. 

રીના મહેતા પોતાના નિવેદનમાં લખે છે, ‘વર્ષોથી આ કવિતાઓ મારી ડાયરીમાં કેદ હતી. મારી અનુભૂતિ, કોઈ અંગત વસ્તુ જેવી…….. જે ક્ષણ કવિતા જેવી મળે, મારો હાથ મિલાવે, મને આલિંગનમાં લે, હું એમાં ઓગળું એટલે બસ – એ કવિતા… એમની કવિતાઓમાંથી પસાર થતાં આ અનુભૂતિ પમાય છે.

કાવ્યસંગ્રહ :અંધકારની નદી, 2007 (ગુજરાત સાહિત્ય અકાદમીનું શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનું દ્વિતીય પારિતોષિક)

27.9.21

Dr. Narendra Shastri

16-10-2021

પ્રકૃતિ કાવ્ય વાંચી ને અત્યંત આનંદ થયો.
વરસાદનું પાણી પી-પીને પોચી પડી ગયેલી માટીવાળા… આ પંક્તિઓ સુંદર છે… “પ” નો અક્ષરનાદ ગળ્યો લાગે છે. સુશ્રી કવયિત્રી ને વંદન. ??✍

આભાર આપનો

29-09-2021

આભાર વારિજભાઈ અને છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

28-09-2021

આજનુ રીનાબેન નુ અછાંદશ કાવ્ય ખુબજ ગમ્યું ઘાસ ને લઇ ને ઘણા કાવ્યો રચાયા પરંતુ ઘાસ મા પોતાની જાતને ઓગાળવી અને પછી પંખી સુધી ની વાત કાવ્ય ને નવિનતા બક્ષે છે કવિયત્રી શ્રી ને અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

28-09-2021

વાહ સરસ કાવ્ય ઘાસ

1 Response

  1. રેખાબેન ભટ્ટ says:

    લીલાછમ ઘાસ જેવી જ તાજગીસભર અને કોમળ કવિતા 🌹🌹🌹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: