જ્યોતિ હિરાણી ~ આભથી આ

આભથી આ પરબારું આવ્યું ~ જ્યોતિ હિરાણી

આભથી આ પરબારું આવ્યું દીવો કરજો

લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો

પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે

આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો.

ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ

કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો.

આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં

સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો.

શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી

લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો – જ્યોતિ હિરાણી

આભથી પરબારું ગાઢું અંધારું આવે છે અને દીવો કરવાનું સૂચન થાય છે… ઊંડું ચિંતન અને વિચારમાં ગરક કરી દે એવા જ બધા શેર… ત્રીજો શેર શબ્દોમાં શાંત લાગે પણ અર્થમાં ત્રાટકતી વીજળી જેવો થયો છે તો ચોથા શેર માટે ‘આહ’ કહેવું કે ‘વાહ’ એની વિમાસણ જરૂર થાય ! વાહ કવિ !

આ પાંચમાંથી કયો શેર વધુ ગમી જાય એવો છે એ નક્કી કરવું દુષ્કર બની જાય એવી મજાની ગઝલ કવયિત્રી લઈ આવ્યા છે. દીવો કરીએ ત્યારે એનું અજવાળું સતત નવા રૂપ ધરતું આપણે અનુભવ્યું છે. એ જ રીતે ‘દીવો કરજો’ જેવી મજાની રદીફ પોતે જ અનેકાનેક અર્થચ્છાયાઓ ધરાવે છે… અને એ રદીફને સાંકળી લેતા બધા જ શેર ખૂબ સાચવીને ખોલવા જેવા થયા છે.. થોડી પણ ઉતાવળ આ ગઝલને અન્યાય કરી બેસે એમ છે…

29.9.21

આભાર આપનો

02-10-2021

આભાર વારિજભાઈ, કિશોરભાઇ, પ્રફુલ્લભાઈ, છબીલભાઈ અને રેખાબેન

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

kishor Barot

01-10-2021

અભિવ્યક્તિની તાજપ ગમી.

પ્રફુલ્લ પંડ્યા

29-09-2021

આજે શ્રી જયોતિબેનનું સુંદર કાવ્ય દીવો કરજો અને ગ ઈ કાલનું કવિવર્ય શ્રી ઉશનસ્ નું કાવ્ય વિનવું ,આ બંને કાવ્યોએ ભાવકોની સાથે જાણે કે રસોત્સવની આનંદમયી ઉજવણી કરી ! બંને કાવ્યો ખૂબ ગમ્યાં ! શ્રી જયોતિબેનને હાર્દિક અભિનંદન ! ઉશનસ્ દાદાને સ્મૃતિવંદના !
પ્રફુલ્લ પંડ્યા

Varij Luhar

29-09-2021

દીવો કરજો એટલે જ્યોતિ પ્રગટે.. વાહ જ્યોત બહેન

છબીલભાઈ ત્રિવેદી

29-09-2021

આજનુ જયોતિબેન હિરાણી નુ કાવ્ય ખુબજ સરસ બધા શેર ખુબ ઉત્તમ જેમ જેમ શેર શાંતિ થી વાંચી એ તેમ તેમ અર્થ ખુલતો જાય છે ખુબ સરસ રચના ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

રેખાબેન ભટ્ટ

29-09-2021

અદ્ભૂત ભાવ અને વાહ બોલાઈ જાય તેવી ગઝલ…… અભિનંદન ???જ્યોતિબેન હિરાણી ને….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: