રમેશ પારેખ Ramesh Parekh

ગિરિધર ગુનો અમારો માફ ~ રમેશ પારેખ

ગિરિધર ગુનો અમારો માફ

તમે કહો તો ખડ ખડ હસીએં, વસીએં જઈ મેવાડ

માર અબોલાનો રહી રહીને કળતો હાડોહાડ

સાવરણીથી આંસુ વાળી ફળિયું કરીએં સાફ

ગિરધર ગુનો અમારો માફ

મીરાં કે પ્રભુ દીધું અમને સમજણનું આ નાણું

વાપરવા જઈએ તો જીવતર બનતું જાય ઉખાણું

પેઢી કાચી કેમ પડી છે જેના તમે શરાફ?

ગિરધર ગુનો અમારો માફ  ~ રમેશ પારેખ

કવિ રમેશ પારેખ વિશે કાવ્યપ્રેમીઓમાં કંઇ પણ લખવું અમથા છબછબિયા થાય…  ‘કંઈક ભાળી ગયેલો કવિ’ ‘ફાટફાટ સર્જકતાથી છલકાતો કવિ’ અને….. ર.પા.ના કેટલાં બધાં કાવ્યો હૈયે અને હોઠે ! આપણા ખૂબ લોકપ્રિય ગાયક અમર ભટ્ટે ર.પા.ના અનેક જાણીતા ગીતો સાથે ઓછા જાણીતા પણ સુંદર કાવ્યોનું સ્વરાંકન કર્યું છે અને ગાયાં છે. આજના આ કાવ્યને ગાર્ગી વોરા જેવી ઉત્તમ ગાયિકાનો કંઠ સાંપડ્યો છે. બંનેના આભાર સાથે આજે અમર કવિ રમેશ પારેખને એમના જન્મદિને સ્મૃતિ વંદન કરીએ.

શ્રી અમર ભટ્ટની યુટ્યુબ લિન્ક આ રહી. https://www.youtube.com/watch?v=s5Z6hQTJhKw 

27.11.21

કવિ : રમેશ પારેખ * સ્વરાંકન અને પઠન અમર ભટ્ટ * સ્વર ગાર્ગી વોરા

***

Varij Luhar

29-11-2021

ગુજરાતી ભાષાના ગૌરવ સમાન કવિશ્રી રમેશ પારેખ ની શબ્દ ચેતનાને વંદન 🙏

સુરેશ ‘ચંદ્ર’ રાવલ

29-11-2021

ર.પાની કવિતા વિશે કશું કહેવું એટલે સૂરજને દીપક ધરવો….!
ખૂબ સરસ ગીત છે….

સાજ મેવાડા

28-11-2021

ર.પા. નાં ગિરધર, કૃષ્ણ, મીરાંનાં ગીતો રચનાની રીતે જૂદાં પડે છે, સ્વરાંકન, ગાયન અને પઠન ખૂબ જ સુંદર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: