मिर्ज़ा ग़ालिब

मेहरबां होके बुला लो मुझे : मिर्ज़ा ग़ालिब

मेहरबां होके बुला लो मुझे चाहो जिस वक़्त
मैं गया वक़्त नहीं हूँ के फिर आ भी न सकूँ।

ज़ोफ़ में तान:-ए-अग़यार का शिकवा क्या है
बात कुछ सर तो नहीं है कि उठा भी न सकूँ ?

ज़हर मिलता ही नहीं मुझको सितमगर वर्न:
क्या क़सम है तेरे मिलने की कि खा भी न सकूँ।

~ मिर्ज़ा ग़ालिब

મહેરબાન થઈને મને કોઇપણ વખતે બોલાવો…. હું કંઈ વીતી ગયેલો સમય નથી કે પાછો આવી ન શકું.

દારુણ દુર્દશામાં દુશ્મનના વ્યંગબાણોની શું ફરિયાદ કરવી !! હું કોઈક વાત ઉઠાવીશ અને દુશ્મનોના વ્યંગબાણોનો શિકાર બની જઈશ એ ડરે વાત જ ન ઉઠાવવી એ કેટલુંક યોગ્ય છે ? વાત એ કંઈ માથું તો નથી જ કે જે હું ઉઠાવી ન શકું !!

ઝેર મળતું નથી મને ઓ નિર્દય ! …..નહિતર એ કઈ તારા મળવાના સોગંદ છે કે જે ખાઈ પણ ન શકું !!

– मिर्ज़ा ग़ालिब

ઉપરોક્ત ગઝલ પ્રમાણમાં ઘણી જ સરળ ગઝલ છે છતાં તેમાં રહેલી ચમત્કૃતિ – અંદાઝે બયાં ની બળકટતા જુઓ !! ગાલિબની ખૂબી હતી તેની વક્રવાણી અને એક જ તીરથી અનેક નિશાન સાધવાની નિપુણતા. ગાલિબની કઠિનતાનું કારણ એ છે કે તેઓ ઘણીવાર સંસ્કૃત કરતાં પણ જડબાતોડ જોડણીઓ વાપરે છે અને તેઓના બયાનમાં અરબી અને ફારસીની પણ છાંટ હોય છે. તેઓ અરબી અને મુસ્લિમ દંતકથાઓમાંથી રૂપક વાપરે છે જેનાથી આપણે સ્વાભાવિક રીતે સાવ અપરિચિત હોઈએ. વળી તેમાં તેઓની પ્રખર બુદ્ધિપ્રતિભા ઉમેરાય ! દર્શનનું અગાધ ઊંડાણ ઉમેરાય ! મારા નમ્ર મતે ગાલિબનો IQ તમામ શાયરોમાં ઉચ્ચતમ હશે. ~ ડો. તીર્થેશ મહેતા 

27.12.21

***

Chaitali Thacker

29-12-2021

ખૂબ સુંદર

Chaitali Thacker

29-12-2021

ખૂબ સુંદર

છબીલભાઈ ત્રિવેદી

27-12-2021

આજની ગાલીબ સાહેબ ની રચના તેમના જન્મદિવસે ખુબ સમયોચિત ગઝલ અને ગાલીબ અેક સિક્કા ની બે બાજુ સમાન છે ખુબ મોટુ પ્રદાન ગઝલ ક્ષેત્રે ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

27-12-2021

ગાલિબને સ્મરાંજલિ આજના એમના અપ્રતિમ શાયરાના અંદાજની બેજોડ અભિવ્યક્તિ માટે.

Kirtichandra Shah

27-12-2021

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: