પ્રિયકાંત મણિયાર ~ લીલો રે Priyakant Maniyar

લીલો રે રંગ્યો જેણે ~ પ્રિયકાન્ત મણિયાર 

લીલો રે રંગ્યો જેણે પોપટો 

ધોળો કીધો જેણે હંસ

સઘળે તે રંગે ચીતર્યો મોરલો

એનો ઓળખવો છે અંશ………

નજરું નાંખી આખા આભલે

જેની ભરી રે ભૂરાશ

જલનો લાગ્યો મીઠો ઘૂંટડો

માણી આંબળાની તૂરાશ

 હે જી લીલો રે રંગ્યો………

કાનજીની કાયા ગણું કેટલી

ધર્યું રાધાનું ય રૂપ

શબદુનો સાદ નહીં પ્હોંચતો

મારી રસના તો અવ ચૂપ

હે જી લીલો રે રંગ્યો ……….

~ પ્રિયકાન્ત મણિયાર (જન્મ: 24.2.1927, મૃત્યુ: 25.6.1976)

થોડું ઓછું જાણીતું પણ આધ્યાત્મિક ઊંચાઈઓને સ્પર્શતું કવિ પ્રિયકાંત મણીયારનું આ ગીત, કાનમાં પડતાં આપણને ભાવભીના કરી દે છે.  સ્વરાંકન છે ક્ષેમુ દિવેટિયાનું અને સ્વર ભુપીન્દરસિંઘનો.

24.1.22

કાવ્ય : પ્રિયકાંત મણિયાર * સ્વર : ભુપિન્દર * સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

***

આભાર

25-01-2022

આભાર રેખાબેન, કીર્તિભાઈ, મેવાડાજી, અરવિંદભાઈ અને ચૈતાલીબેન.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

Chaitali Thacker

24-01-2022

👌🏻👌🏻👌🏻
વંદન

અરવિંદ દવે

24-01-2022

વાહ…..
કવિ શ્રી પ્રિયકાન્ત મણીયારની આ રચનામાં
येन शुक्लीकृता हंसा
शुकाश्च हरिती कृता।
मयूरा : चित्रता येन
स ते वृत्तिम् विधास्यति।।
નો સંદર્ભ મળે છે…..
કાવ્ય-વિશ્વ આવી શ્રેષ્ઠ રચનાઓનો સાક્ષાત્કાર કરાવે છે…..
આભાર બેન….

સાજ મેવાડા

24-01-2022

ખૂબ સરસ પસંદગી ગીત, સ્વરાંકન સુંદર રીતે કવિના ભાવ વિષ્વમાં લઈ જાય છે.

કીર્તિ શાહ

24-01-2022

Priykant Maniyar na achanak vasan vakhte. Emna matushri e kahyu mare gher Kamu di ras ramva avyo hato. How appreciate

રેખાબેન ભટ્ટ

24-01-2022

કેટલું સરળ અને તોયે ગહન!🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: