ઉમાશંકર જોશી ~ તેં શું કર્યું? * Umashankar Joshi 

તેં શું કર્યું? ~ ઉમાશંકર જોશી

દેશ તો આઝાદ થાતાં થઈ ગયો, તેં શું કર્યું? 
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું?

‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર,
મામામાશીના, કાળા બજારો, મોંઘવારી: ના સીમા!’ –
રોષથી સૌ દોષ ગોખ્યા,
ગાળથી બીજાને પોંખ્યા. 
આળ પોતાનેય શિર આવે ન, જો! તેં શું કર્યું? 
આપબળ ખર્ચ્યું પૂરણ?
જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું? 

સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
હર એક હિંદી હિંદ છે,
હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.

~ ઉમાશંકર જોશી

આ કાવ્ય આજે પણ એટલું જ સાચું લાગે છે.

26.1.22

આભાર

28-01-2022

આભાર મેવાડાજી.

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

26-01-2022

કદાચ મહાભારતના કાળથી આપણી, ભારતવર્ષની આવી જ પરંપરા રહી છે. વંદન મેઘાણીજીના સદ્ગત આત્માને.

Pravin shah

25-01-2022

Zaverchand Meghani died on 9 march 1947 – even before the independence of India
Did he really write this poem ? Read the second line which means India has
already become independent !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: