હિતેન આનંદપરા ~ ઝાડ તને
ઝાડ તને મારા સોગંદ ~ હિતેન આનંદપરા
ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !
ઝાડ તને મારા સોગંદ!
આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?
ઝાડ તને મારા સોગંદ! ઝાડ,
તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ
ઝાડ તને મારા સોગંદ!
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !
~ હિતેન આનંદપરા
વૃક્ષ સાથે સમભાવથી સંવાદ.
‘સાવ-માણસ-જેવો આ સંબંધ!’ માણસ તરીકે જાત માટે ફરીથી વિચારવા મજબૂર કરે એવો આ કટાક્ષ !
અને જાતતપાસ સુધી પહોંચાય તો ‘વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવા’ની વાત ફરી સ્વ-ભાવમાં સ્થિત કરે !
OP 13.4.22
***
સાજ મેવાડા
14-04-2022
“તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ? “
આ બે પંક્તિઓ શિરમોર છે. ખૂબ જ મનનિય ગીત.
Kirtichandra Shah
13-04-2022
This poem by Hiten Anandpara is really good . The poem have a poetic Hallow.
પ્રતિભાવો