પરબતકુમાર નાયી ~ દીવાનેખાસનું * Parbatkumar Nayi

દીવાનેખાસનું ~ પરબતકુમાર નાયી

કોઈ શું જાણે અમે શું મૂલ્ય ચૂકવ્યું શ્વાસનું ?
હાથ સળગાવી કર્યું દર્શન જગતના રાસનું.

માપ કોનું કેટલું પડછાયા નહીં આપી શકે,
માત્ર સૌને ભાન થાશે, આંખના આભાસનું.

આજ પાસે બેસવામાં પણ તમે અકળાઓ છો,
સાચું કહેજો શું થયું એ પ્હેલ-વ્હેલી પ્યાસનું ?

આપણે મનમેળના અહીં ઘૂંટ તો પીધા ઘણા,
એક ટીપું ચાખીએ આજે વિરોધાભાસનું !

એક વેળા જોયું એની કળ હજી વળતી નથી,
છોડ તું વર્ણન હવે એના દીવાનેખાસનું.

પરબતકુમાર નાયી

ગઝલ પોતે જ પોતાના આંતરસત્વને લઈને ઊભી છે.

એક યુવાન, થનગનતા પણ જેની કલમમાં પ્રૌઢિ છે એવા કવિની રચના.

OP 18.10.22

***

આભાર

28-10-2022

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર સરલાબેન, રમેશભાઈ\

Sarla Sutaria

25-10-2022

સંસારમાં થતાં અવનવા અનુભવોને બખૂબી શેરમાં ઉતાર્યા! ખૂબ સરસ ગઝલ 👏👏👏

Ramesh khatri

22-10-2022

Very very nice

આભાર

21-10-2022

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેવા બદલ આભાર અનિલભાઈ, જતીનભાઈ, જિજ્ઞેશભાઈ.

Patel jigneshkumar RameshBhai

20-10-2022

Super very good

અનિલ બાભંણીયા

20-10-2022

વાહ સરસ

Jatin barot

20-10-2022

Khub saras rachana

આભાર

20-10-2022

આનંદ આનંદ પરબતભાઈ

આભાર મેવાડાજી, છબીલભાઈ, રમેશભાઈ, કીર્તિભાઈ.

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર.

સાજ મેવાડા

19-10-2022

ખૂબ સરસ ગઝલ,

Parbatkumar Nayi

18-10-2022

ખૂબ ખૂબ આભાર આદરણીય લતાબેન
આભાર સ્નેહીઓ

Rameshbhai Khatri

18-10-2022

ખૂબ સરસ. અભિનંદન.🎉🎊🌹💕♥️👍

Ramesh Khatri ” Shyamal”

18-10-2022

ખૂબ સરસ, અભિનંદન..🌹💕🎊🎉🌹

Kirtichandra Shah

18-10-2022

ગમી જાય એવી ગઝલ

છબીલભાઈ ત્રિવેદી

18-10-2022

ખુબ તાજગી સભર રચના બધાજ શેર ખુબ માણવા લાયક કવિ શ્રી ને ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: