દક્ષા વ્યાસ

ડો. દક્ષા વ્યાસ, સાહિત્યજગતમાં આદરપૂર્વક એમનું નામ લેવાય છે. કવયિત્રી અને વિવેચક તરીકે એમની નામના છે. એમણે ગદ્ય પણ ઘણું લખ્યું છે. પોરબંદર આર્ય કન્યા ગુરુકુળ મહિલા કોલેજમાં દક્ષાબહેન ગુજરાતી સાહિત્યના અધ્યાપક હતા ને હું હિન્દી સાહિત્યની વિદ્યાર્થિની. જો કે એ સમયનું આજે મને કોઈ સ્મરણ નથી. બહુ વર્ષો પહેલા ‘પેરન્ટીંગ ફોર પીસ’ સંસ્થાના ઉપક્રમે અમે મળ્યા અને ભૂતકાળ યાદ કર્યો. પાતળી દેહયષ્ટિ અને સહજ સરળ એમનું વ્યક્તિત્વ. કદાચ એ જ કારણ હશે કે સાહિત્ય ક્ષેત્રે ત્રણ કાવ્યસંગ્રહો તથા કાવ્યવિવેચન, કાવ્યાનુવાદ અને કાવ્યસંબંધી લગભગ પંદર જેટલાં પુસ્તકો અને અન્ય ગદ્ય સાહિત્ય થઈને એમના કુલ પુસ્તકોની સંખ્યા 35થી વધુ થાય છતાં એમને મળીએ તો કોઈ ભાર ન લાગે. ‘ડાઉન ટુ અર્થ’ શબ્દો દક્ષાબહેનને મળીએ એટલે પ્રત્યક્ષ થાય.
કવિ શ્રી નિરંજન ભગતના બે કાવ્યસંગ્રહો, ‘પુનશ્ચ’ અને ’ ૮૬ મે’ વિષેની વાત કરતાં દક્ષાબહેન કહે છે કે પહેલા વાંચને આ કાવ્યો માટે એમને નિરાશા થઈ હતી કેમ કે એમાં તેઓ પૂર્વનિરંજનને શોધી રહ્યાં હતાં પણ એ વિચારે એમનો પીછો ન છોડ્યો કે આટલો સજ્જ, સભાન કવિ જે કાંઇ લખે એ નબળું તો કેમ હોય ? એમણે ફરીથી ‘પુનશ્ચ’ હાથમાં લીધું. ધીરજથી કૃતિઓ વાંચી અને એમના જ શબ્દોમાં “એક નવો જ પ્રકાશ મને દેખાયો”. કવિતા કાનની કળા છે, એમને લાગ્યું, “આ કાવ્યો ‘લાઉડ’ મોટેથી ઉચ્ચારાતા ધ્વનિઓનું નથી. આ તો ઝીણા ધ્વનિઓ છે.” દક્ષાબહેનને આ કવિતાઓ માટે ‘ચ્યુઇંગમ’ શબ્દ વાપર્યો છે કે જેને મમળાવવી પડે. એમના કહેવા પ્રમાણે “આ સંગ્રહમાં છંદ, લય, પ્રાસ, શબ્દોનો ભવ્યાડંબર, રંગદર્શિતા કે વ્યંગ્ય બધું છોડીને કવિ કશુંક નવું લાવ્યા છે. અહીં અપ્રગટ રહેલી, અંતર્ગર્ભ, નિયંત્રિત સાવ નાજુક નમણી સંવેદનાઓ અને તેના પરિપક્વ પ્રતિભાવ છે, જે તેના પ્રકાર રૂપથી જ વ્યંજિત થાય છે. સજાગ સાચો કવિ અનુકરણ કરતો નથી, પોતાનુંય નહીં અને આ સર્જનશીલતા જ એને મોટો કવિ બનાવે છે.”
કાવ્યલેખનની શરૂઆત
શાળાજીવનથી જ કોઈક કોઈક સંવેદનો ડાયરીમાં ટપકાવવાની ટેવ ખરી. કવિ પ્રિયકાંત મણિયારના અવસાન સમયે હું ‘સ્વાતંત્ર્યોતર ગુજરાતી કવિતા’પર પીએચ ડીના કામ સંદર્ભે એમની કવિતામાં ગળાડૂબ હતી અને આ ઘટનાએ મને આંચકો લાગ્યો. કંઈક લખાઈ ગયું. એ રચના પર કવિ શ્રી ભગવતીકુમાર શર્માની પસંદગીનો સિક્કો લાગ્યો અને એ ‘કવિલોક’માં 1976માં છપાઇ. આ મારા કાવ્યલેખનની વ્યવસ્થિત શરૂઆત.
કાવ્યસર્જનની પ્રક્રિયા
‘સ્વાતંત્ર્યોતર કવિતા’ પર મેં કવિ જયંત પાઠકના માર્ગદર્શન હેઠળ થિસીસ કરી. શરૂઆત અઘરી પડી પરંતુ પાઠકસાહેબની ધારદાર દૃષ્ટિ, પોતાની ભૂલો જાતે જ પકડવાની અને રસ્તો જાતે જ શોધવાની દિશાએ લઈ જતું માર્ગદર્શન આખરે ફળદાયી નીવડ્યું.
મારા કાવ્યો અછાંદસ જ કેમ લખાય છે એ મારા માટે પણ કોયડો છે. મેં પીંગળ અને અરુઝનો પૂરા ખંતથી અભ્યાસ કર્યો છે. પ્રચલિત છંદો મને હાથવગા છે છતાં કાવ્યસર્જન વખતે અછાંદસ સહજ રીતે વહે છે અને સંતોષ આપે છે. ગીતો લખ્યાં છે પણ ઓછાં. છંદમાં કામ કરવું હોય તો એ માટેની મારી સજ્જતા ખરી પણ મૂળે સ્વભાવ સહજ રહેવાનો છે પરિણામે અછાંદસમાં કામ થયા કરે છે.
કવિતા મનમાં ઊગે ત્યારે લખાઈ જાય. અમુક સંવેદનો મનમાં ઘૂંટાતા હોય તો અરધી રાતે પણ પીછો ન છોડે. અચાનક આકાર લઈ લે એવું બને. ચોક્કસ સંવેદનો વિસરાઈ ન જાય એટલે એ ભાવ લખી રાખું ખરી. સર્જનની પળે એકી લેખણે કવિતા લખાઈ જાય પણ જો સંવેદન સબળ રીતે વ્યક્ત ન થઈ શક્યું હોય તો સંતોષ ન થાય. એટલું લખેલું છોડી દેવું પડે. મહિનો માસ પછી ફરી હાથમાં લઈને કામ કરું. લખતી વખતે સામાન્ય રીતે એકાંતમાં લખવું ગમે.
કવિતાસર્જન સાથે જોડાયેલા યાદગાર પ્રસંગો અને સર્જનના પડાવો.
કવિતા માટે કશું ભવિષ્ય ભાખી શકાય નહીં. એ અણધારી પળે, અકલ્પ્ય રીતે આવી ચડે. ગોવા જવાનું થયું ત્યારે બીચ પાસે જ ઉતારો હતો. દરિયાનું, પાણીનું ખેંચાણ રોકી શકાય એમ નહોતું. વહેલી સવારે અને મોડી સાંજ સુધી પાણીમાં પગ બોળીને ઊભા રહેવાનું, સરકતી રેતી સાથે ઊંડા ઉતરવાનું, મોજાંની છાલકથી ભીંજાવાનું અને આગળ-પાછળ રેલાતાં જળ સાથે રેલાતા જવાનું થયા કર્યું. એ રીતે ત્રણ દિવસ દરિયાને માણ્યો. જળ મારી સંવેદનામાં ઊંડું ઉતરતું રહ્યું. કવિતા લખવાની વાત એ સમયે મનમાં નહોતી. રાત્રે ડાયરીમાં સંવેદનો ટપકતાં રહ્યાં અને ઉપરાઉપરી પાંચ સાગરકાવ્યો અવતર્યા. ‘તું સાગર છે’ અને ‘સાગર સખાને’ આ રચનાઓએ કવિયશ અપાવ્યો. આમ કાવ્યયાત્રા સહજ રીતે ચાલતી રહી. એમાં કોઈ સભાન પ્રયત્નો કર્યા નથી એટલે એમાં કોઈ પડાવો પણ આવ્યા નથી. જ્યારે જે સ્ફૂર્યું એ લખાયું. શરૂઆતમાં ગીતો વધુ આવતાં પછી અછાંદસ અને પછીથી સોનેટ પણ લખાયાં.
ચોક્કસ વિષય પર લખવાના આમંત્રણ સંબંધે અને આપની કવિતાઓના અનુવાદો કે સ્વરબદ્ધ થઈ હોય એની વિગત
કવિતા કોઈ ફરમાઈશી ચીજ નથી એટલે ક્યારેક કોઈ ચોક્કસ વિષય પર કવિતાની માગણી થાય ત્યારે મનમાં પ્રતિકાર ઊઠે પણ મનને એક સૂચના પહોંચી ગઇ હોય છે એટલે બે-ચાર દિવસ પછી કશુંક ઉતરી પણ આવે. કેટલીક નારીવાદી કવિતાઓ એ રીતે લખાઈ છે.
પાલવાડા બ્રહ્મસમાજે (સુરત) મારાં દસેક ગીત-ગઝલ સ્વરબદ્ધ કરેલાં અને એનો કાર્યક્રમ થયેલો. ‘માનું નામ’ અને ‘મહેનત કી રોટી’ કાવ્યો મૂળ હિંદીમાં જ રચાયેલાં. ‘સુખદુખ’ કાવ્યનો શ્રી વર્ષા દાસે હિંદીમાં અનુવાદ કરેલો. એક રચનાનો રાજસ્થાનીમાં પણ અનુવાદ થયેલો.
આપનું અધ્યાપન કવિતાસર્જનમાં સહાયક બન્યું છે કે બાધક ?
કવિતા સંદર્ભે બે વાત સમજાઈ છે. કવિતા સર્જવી અને કાવ્યજ્ઞ હોવું એ બે બહુ જુદી વાત છે. કાવ્યજ્ઞ હોવાથી પોતાની કૃતિને સારી રીતે મૂલવી શકાય પણ તે ઉત્તમ કવિતા રચવામાં સહાયક બની શકે કે કેમ તે શંકાસ્પદ છે. કવિતાએ મારી કસોટી કરી છે અને મારામાં રહેલા કાવ્યજ્ઞે મારી કવિતાની. ઘણુંખરું ટપકાવેલાં સંવેદનોને મહિને બે મહિને ફરી કાર્યશાળામાં લઈ જાઉં અને અંદર રહેલા કાવ્યજ્ઞની કનડગત શરૂ થાય. નાની મોટી શિથિલતા પકડાઈ જાય, લાઘવ પણ આવે અને કવિતા કસોટીકર બને. પ્રત્યેક શબ્દની અનિવાર્યતા, સાર્થકતા, શ્રેષ્ઠતા, ઔચિત્યને ચિત્ત તપાસે અને એમ કરતાં કશુંક નીવડી આવે.
પ્રતિબદ્ધ કવિતા અંગે
એ જાણીતું વિધાન છે કે ‘નક્શ હૂકુમ ઇમારત ચલે, વૃક્ષ ચલે નિજ લીલા’ સર્જનની પ્રકૃતિ સ્વૈર છે, એને આ કે તે વિચાર-સિદ્ધાંત સ્વરૂપમાં બાંધવું મુશ્કેલ છે ; પરંતુ કસબી સર્જક સર્જનને પ્રતિબદ્ધ રાખી કલાકારીગરી કરી શકે છે. એટલે પ્રતિબદ્ધતા પૂરી આત્મસાત થઈ હોય તો તે કામ સહજ રીતે બની આવે એવું શક્ય છે, નહીં તો તે કાચી રહી જાય છે – સામગ્રી રૂપે જ. પ્રતિબદ્ધતા સાથે પ્રતિભાનો સુમેળ સધાય તો સુપરિણામ આવી શકે છે. દા.ત. જે નીરવ પટેલમાં બન્યું છે તેમ. આધુનિક કવિઓએ પણ અમુક પ્રકારની પ્રતિબદ્ધતા સાથે ઉત્તમ રચનાઓ આપી છે.
ટાગોરના કાવ્યોના અનુવાદ અંગે
અનુવાદ એ અઘરી કળા છે, એમાંય કવિતાનો અનુવાદ – જે હકીકતમાં અશક્ય ગણાયો છે. રવીન્દ્રનાથ ટાગોરનું The Gardener વાંચતાં જ મંત્રમુગ્ધ થઈ જવાયું. અનુવાદ કર્યો. વર્ષો સુધી એ એમ જ પડી રહ્યો. થોડાં વર્ષો પછી ફરી કામ શરૂ કર્યું. ત્રણ-ચાર ડ્રાફ્ટ પછી એનું અંતિમ સ્વરૂપ હાથ લાગ્યું – ‘પુષ્પકુંજનો માળી’, જે પુરસ્કૃત પણ થયું. એ કામમાં મને સર્જન જેવો આનંદ અનુભવાયો.
આદિવાસી ગીતોના સંપાદન અંગે
હું જે કોલેજમાં ભણાવતી એમાં એંસી ટકા વિદ્યાર્થીઓ આદિવાસી. એમના લોકનૃત્યને રંગમંચીય બનાવવું હોય ત્યારે જોવા મળ્યું કે આ બાળકો તો પોતાનું નૃત્ય પણ સારી રીતે નથી જાણતા. એક આખી સંસ્કૃતિ ભૂંસાઈ જવાને આરે છે. એથી એ સંસ્કૃતિનો, એ સમાજનો અભ્યાસ કરવાનું સૂઝયું. એ કામ સાથી અધ્યાપક મિત્ર નવીનભાઈ મોદી સાથે પૂરી ગંભીરતાથી કર્યું. એના પરિપાક સ્વરૂપે ‘ગામિત જાતિ : સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન’ પુસ્તક તૈયાર થયું. આ પુસ્તક પોંખાયું પણ ખરું. એક સેમિનાર યોજેલો, એનું સુફળ આવ્યું ગામીત લોકગીતોના સંપાદનમાં. આ આદિવાસી ગીતોમાં મસ્તી તો ખરી જ, એમનાં સુખ-દુખ, રીતરિવાજ એમાં વણાયેલાં છે. હવે એમાં શહેરીકરણની અસર વધતી જાય છે. પણ એ શહેરો પ્રત્યેના આકર્ષણના ભાગ રૂપે જ. એમાં શહેરો પ્રત્યે આક્રોશ બિલકુલ ન મળે. હજુ એમના ઘણા બધા ગીતો ભેગા કરેલા છે અને એ સામગ્રી સંચય થવાની રાહ જુએ છે.
વર્તમાન કાવ્યપ્રવાહ અને કવિઓ વિશે
આપણે ત્યાં આઠમા-નવમા દાયકાથી ગીત-ગઝલની બોલબાલા છે. અછાંદસનું ખેડાણ ઓછું થાય છે. નારીવાદ, દેશીવાદ, દલિતવાદ, ડાયસ્પોરા – જેવા ક્ષેત્રોમાં કવિતા સર્જાતી રહી છે ; પણ જે વિશેષ વળાંક દેખાય છે એ છે સરળ સીધી સાદી દેખાતી ગદ્યકવિતાનો જેમાં અભિધાને વ્યંજક બનાવવાનો પ્રયાસ થાય છે. કવિ કમલ વોરા જેવાનું કામ એમાં સૂચક છે. અલબત્ત એના એંધાણ લાભશંકર – મનહર મોદી – નિરંજન ભગતમાં પૂર્વે મળ્યા છે.
મનગમતા કવિ/લેખક અને એમની ગમતી રચના
આ વાતના સંદર્ભમાં અસંખ્ય કવિઓ મારી આંખ સામે તરવરે છે. મને સૌથી પ્રિય છે રવીન્દ્રનાથ ટાગોર અને એક જ ગુજરાતી કવિનું નામ આપવાનું હોય તો તત્કાળ સ્મરણમાં આવે છે કવિ જયંત પાઠક. એમની સાદ્યંત સુંદર રચના એ ‘ભીનું સમયવન’. મનગમતા લેખક મનુભાઈ પંચોળી ‘દર્શક’ અને એમનું પુસ્તક ‘દીપનિર્વાણ’
(ડો. દક્ષા વ્યાસ સાથે થયેલી વાતચીતને આધારે)
*****
ડો. દક્ષા વ્યાસ
જન્મ : 26 ડિસેમ્બર 1941 જન્મસ્થળ : વ્યારા
માતા-પિતાનું નામ : સરસ્વતીબહેન બળવંતરાય વ્યાસ
કર્મભૂમિ : પોરબંદર અને વ્યારા
સર્જનના ક્ષેત્રો : કવિતા, વાર્તા, લલિત ગદ્ય, પ્રવાસ, હાસ્ય, ચિંતન, વિવેચન, સંપાદન, અનુવાદ.
કાવ્યસંગ્રહો :
1. ‘અલ્પના’ (2000) ગિરાગુર્જરી પારિતોષિક 2. પગલાં જળનાં (2013) 3. તરસ ટકોટક (2017)
કાવ્યસંબંધી પુસ્તકો અને સન્માનો :
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા (1981), ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત 2. ભાવપ્રતિભાવ (1981) 3. સૌંદર્યદર્શી કવિઓ 4. રાજેન્દ્ર શાહ (1984) 5. નિરંજન ભગત (1984) 6. ઉશનસ (1984) 7. જયંત પાઠક (1984) 8. पंचसप्तति (જયંત પાઠકની 75 કવિતાઓના અનુવાદ, 1999) 9. ગામિત જાતિના લોકગીતો (સંપાદન, 2007) 10. સમ્મુખમ (2009) – કલાગુર્જરી પારિતોષિક 11. કાવ્યાનુયોગ (2009) 12. પુષ્પકુંજનો માળી (ટાગોરની કવિતાઓનો અનુવાદ, 2013) ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત 13. ક્ષણ વિસ્મય કે – જયંત પાઠકની કવિતાઓનો હિન્દી અનુવાદ (2015) ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત 14. શૃંખલાની કડીઓ (મહાદેવી વર્માની કવિતાઓનો અનુવાદ 2016,) ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કૃત 15. વિસ્મયલીપી (સમગ્ર કવિતા, જયંત પાઠક)
અન્ય ગદ્યસર્જન સહિત કુલ 35 પુસ્તકો પ્રકાશિત

OP 1.12.20
***
હર્ષદ દવે
05-06-2021
દક્ષા વ્યાસની કાવ્ય સર્જનપ્રક્રિયા વિષેનો લેખ વાંચવાની મજા આવી. અભિનંદન.
Bakulesh Desai
04-06-2021
મુ.દક્ષાબેન વ્યાસ..પ્રા.ડો.એમ એ. પીએચ.ડી..મારા મોટાબેડન…મામાનાં દીકરી.હું એમનાથી જેમ ઉંમરમાં નાનો તેમ અભ્યાસમાં બી એ. બી એડ માં ને વ્યવસાયમાં પણ નાનો..માધ્ય. શિક્ષક..પણ તેમના નામને કામથી સુપરિચિત ને ચાહક..તેમનાં કાવ્યો,વિવેચન,પ્રવાસવર્ણન વ.નો અભ્યાસી.વ્યારા નગર ને આખો, જૂનો અવિભક્ત સુરત જિલ્લો ને દ.ગુજ.નો પ્રદેશ તેમનાથી ઉજળો છે…સાહિત્યસર્જન ને સાહિત્ય પ્રવૃત્તિઓથી…. સરસ મુલાકાત
છબીલભાઈ ત્રિવેદી
04-06-2021
દક્ષાબેન ની સાહિત્ય યાત્રા વિશે ખુબજ ઉમદા માહિતી આપી આજનુ નીશી સિંહ મેડમ નુ કાવ્ય પણ ખુબજ માણવા લાયક રહ્યુ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન
શ્રી દક્ષા વ્યાસનો સંપૂર્ણ સાહિત્યિક આલેખ આપ્યો એ ઉચિત થયું. દક્ષાબહેનને જ. દિ.ના ખૂબ ખૂબ અભિનંદન..