પુરુરાજ જોશી

કવિ પુરુરાજ જોશી
જન્મ : 14 ડિસેમ્બર 1938, નડિયાદ
માતા – સૂરજબા; પિતા- પૂનમભાઇ
પત્ની – બકુલા ( લગ્ન – 1966, હિન્દીનાં અધ્યાપિકા)
અવસાન : 12.12.2020
- પ્રારંભમાં શિક્ષક અને ગુજરાત રાજ્યના માહિતીખાતામાં ઉપતંત્રી
- 1970-75 મહુધા/ બાલાશિનોરની કોલેજમાં અધ્યાપક
- 1975થી – સાવલી કોલેજમાં અધ્યાપક હતા
- અભ્યાસકાળ દરમિયાન મુન્શી અને ધૂમકેતુની નવલકથાઓનો ઘણો પ્રભાવ
- સર્વપ્રથમ મૌલિક કૃતિ – ‘સોનેરી માછલીનો સળવળાટ’
- આરંભમાં ‘ચાંદની’માં તેમની વાર્તા છપાઇ હતી.
- આકાશવાણી પર વાર્તા અને કાવ્યપઠનના કાર્યક્રમો આપ્યા છે.
- ‘ઝાપટું’ નામની વાર્તાએ ચર્ચાનું ચગડોળ ચગાવેલું
- ‘ગગન’ સાહિત્યિક માસિક 14 મહિના ચલાવેલું
- સંગીત, નૃત્ય, ચિત્રકળા, પહેલાં ગાતા પણ હતા અને હાર્મોનિયમ પણ વગાડતા હતા
એમના સાહિત્ય સર્જનો અને સન્માનો
- નક્ષત્ર – કાવ્યસંગ્રહ
- સોનેરી માછલીનો સળવળાટ – વાર્તાસંગ્રહ
- મનનાં મેઘધનુષ્ય, હૈયાં તરસે સરવર તીર, ઝુરાપો – ત્રણ નવલકથાઓ
- સાક્ષાત્ – વિવેચન
- ગોવર્ધનપ્રતિભા – સંપાદન
- ધૂમકેતુ પારિતોષિક
- ગુજરાત રાજ્યનું વાર્તાસંગ્રહ માટેનું પ્રથમ પરિતોષિક
- સવિતા વાર્તા સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક
સાભાર : ગુજરાતી પ્રતિભા પરિચય
OP 14.12.20
પ્રતિભાવો