લતા હિરાણી ~ મૌન * અનુ. પ્રતિષ્ઠા પંડ્યા * Lata Hirani * Pratishtha Pandya

લતા હિરાણી ~ મૌન

હું તને ઝરણ મોકલું

ને તું જવાબમાં મૌન બીડે

હું તને દરિયો મોકલું 

ને તું જવાબમાં મૌન બીડે

હું તને પંખી મોકલું

ને તું જવાબમાં મૌન બીડે

હું તને આખું આભ મોકલું

ને તું જવાબમાં મૌન બીડે

જા, હવે બહુ થયું

હું મૌન વહેતું કરું છું

તું મારાં આભ, દરિયો ને પાંખ

પાછાં મોકલ …..  

*****

Hu Tane ~ Lata Hirani

I send you a bubbling stream

You send me a silence-sealed envelope

I send you a roaring ocean

Your reply is a silence-sealed envelope

I send you a singing bird

Yours is a silence-sealed envelope

I send you the whole of my sky

You return a silence-sealed envelope

Now it’s too much

Let me release this silence

You send back my sky, my ocean, my bird….

Translation ~ Pratishtha Pandya

અર્ચિતા દીપક પંડ્યા * 15-11-2022 * વાહ. ખૂબ સુંદર અછાંદસ અને સુંદર ભાવાનુવાદ

સાજ મેવાડા * 04-11-2022 * વાહ, સુંદર અછાંદસ લતાજી, એવોજ સરસ ભાવાનુવાદ.

છબીલભાઈ ત્રિવેદી * 04-11-2022 * આપનુ કાવ્ય ખુબ સરસ અને અેટલો જ પ્રતિષ્ઠા પંડયા નો સુંદર અનુવાદ આભાર લતાબેન

3 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    વહેતા કરેલા મૌનના બદલામાં થયેલ સંવાદ પ્રકૃતિ સાથેની એકરૂપતા.

  2. Jyoti hirani says:

    મૂળ કાવ્ય ખુબ સુંદર,પણ ભાવાનુવાદ તો એકદમ સુંદર.અઅંતિમ પંક્તિઓ અદભૂત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: