યોગેશ ભટ્ટ ~ હું

હું… ~ યોગેશ ભટ્ટ
દર વર્ષની જેમ
આ વખતે પણ
ગુલાબી ઠંડીની શરૂઆત,
માની ગુલાબી વ્હાલની યાદ,
અહીં શહેરમાં રહીને
તનમનમાં ફરી વળી…!!!
હવે લાગણીઓ પણ ખેંચાઈને ફાટવા માંડી,
સૂકી ત્વચાની જેમ…!
આજે પણ શોધુ છું
હું
માની હૂંફનું ‘બોડી-લોશન’.
~ યોગેશ ભટ્ટ
કોઈ પણ ઉંમરે માના પ્રેમની, એની હૂંફની એટલી જ જરૂર રહે છે…. સરળ અને સરસ રજૂઆત.
પ્રતિભાવો