પુષ્પા વકીલ ~સ્વપ્ન-કુસુમ * Pushpa Vakil
સ્વપ્ન-કુસુમ (ઉપજાતિ)
ખીલ્યું અમારા ઉર-આંગણામાં
એ પુષ્પ, બીજી ક્ષણ ના હતું ત્યાં;
જોયું ન જોયું, કરમાં ગ્રહ્યું ના,
સુગંધ તેની ઉ૨માં ઠરી ના,
કે નેન ઠારી નિરખ્યું ન પૂરું;
ત્યાં ઓસ-મોતી સમ તે મધુરું
ખરી પડી નષ્ટ થયું જરામાં.
રચાય સ્વપ્ને સુખથી ભરેલું
માયાવી જે જીવન માનવીનુંઃ
તેવી રીતે સ્વપ્ન વિશે જ ખીલી
તું સ્વપ્નમાંહીં જ વિલોપ પામ્યું.
જાગી હું ત્યારે શમણે ભરેલું
જીવિત મારે જીવવું રહ્યું’તું:
નર્યાં સુખે જે છલકી જતું’તું.
~ પુષ્પા વકીલ 14.9.1908
કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી’ મુંબઈની મોડર્ન હાઈસ્કૂલનાં આચાર્યો રહેલાં.
સરસ કાવ્ય ખુબ ખુબ ગમ્યુ
ખૂબ જ સરસ સોનેટ.