ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ

ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ  

આગામી શરદપૂર્ણિમાએ ચાર ગુજરાતી કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે.

પૂ. મોરારિબાપુ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ કોઈ એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને એમના સમગ્ર સાહિત્યને લક્ષ્યમાં લઈને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરી એમના સાહિત્યિક પ્રદાનની વંદના કરાય છે. છેલ્લા ચાર વર્ષથી કોરોના મહામારીને કારણે આ એવોર્ડ એનાયત થઇ શક્યા ન હતાં. આગામી શરદ પૂર્ણિમાએ છેલ્લા ચાર વર્ષના નરસિંહ મહેતા એવોર્ડ એનાયત થશે. આ માટે ચયન સમિતિએ પસંદ કરેલા એવોર્ડ પ્રાપ્તકર્તા કવિઓ આ પ્રમાણે છે.

૧. વર્ષ ૨૦૨૦ કવિશ્રી જવાહર બક્ષી

૨. વર્ષ ૨૦૨૧ કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

૩. વર્ષ ૨૦૨૨ કવિશ્રી યજ્ઞેશ દવે

૪. વર્ષ ૨૦૨૩ કવિશ્રી ઉદયન ઠક્કર

આગામી શરદ પૂર્ણિમાના અવસરે જગદગુરુ આદિ શંકરાચાર્ય સંવાદ ગૃહ, શ્રી કૈલાસ ગુરુકુળ, મહુવા (જી. ભાવનગર) ખાતે તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૩, સવારના ૧૦ કલાકે આયોજિત એવોર્ડ અર્પણ કાર્યક્રમમાં આ ચારેય કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ, શાલ, સૂત્રમાળા તથા રૂ.૧ લાખ ૫૧ હજારની સન્માન રાશિ એનાયત કરી એમના કાવ્યકર્મની વંદના કરવામાં આવશે. આ પ્રસંગે પૂ. મોરારિબાપુ મંગલ ઉદબોધન કરશે. ગુજરાતી ભાષાના ગણમાન્ય વિદ્વતજનોની ઉપસ્થિતિ રહેશે. વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે.

ગુજરાતી કાવ્યસાહિત્ય માટે આનંદનો અવસર…

હૃદય ભરીને શુભેચ્છાઓ અને અઢળક અભિનંદનો આ ચારેય કવિઓને….

લતા હિરાણી
કાવ્યવિશ્વ

8 Responses

  1. નરસિંહ એવોર્ડ વિજેતા ચારેય કવિશ્રી ઓને ખુબ ખુબ અભિનંદન

  2. Varij Luhar says:

    ગુજરાતી ભાષાના ચારેય કવિઓને અભિનંદન

  3. Minal Oza says:

    ખૂબ આનંદના સમાચાર..ચારેય ગણમાન્ય કવિતાઓ ને અભિનંદન.

  4. શુભેચ્છાઓ અને અઢળક અભિનંદનો આ ચારેય કવિઓને says:

    આનંદ, શુભેચ્છાઓ, અભિનંદનો આ ચારેય કવિઓને.

  5. અતુલ કાલાવડીયા. વિસાવદર says:

    ચારે કવિઓને ખુબ ખુબ હૃદયથી અભિનંદન. ઘણા સમય પછી આવા આનંદના અવસરથી મન ખૂબ જ પ્રફુલ્લિત

  6. હરીશ દાસાણી.મુંબઈ says:

    આનંદોત્સવ કરીએ. ચારે કવિઓને અભિનંદન.

  7. Tanu patel says:

    ચારેય કવિઓને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ

  8. Parbatkumar says:

    ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ
    આદરણીય કવિગણને
    વંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: