લતા હિરાણી ~ મૃત્યુ
મૃત્યુ
(બુદ્ધિપ્રકાશ > 6-2023)
મૃત્યુ
મારી આંખોમાં અજવાળું ભરે
મારી છાતીમાં શ્વાસ લે
મારી ધમનીઓમાં દોડયા કરે
ને
મારી પાંસળીઓના પોલાણમાં
તંબુ તાણીને આરામ કરે..
જે અંદરની હલચલ છે
એ બધી એની જ
પણ
લોક મને ઓળખે,
એને નહીં.
એક દિવસ
એ બહાર નીકળશે
ચડી બેસશે
મારી ઉપર
મારી
તમામ સ્વીચ ઓફ કરીને
સંપૂર્ણ છવાઈ જશે
એ
ને
ખોવાઈ જઈશ
હું ….
~ લતા હિરાણી

વાહ લતાબેન, મૃત્યું વિશેની સુંદર કલ્પના હ્ર્દયને સ્પર્શી ગઈ.હાર્દિક અભિનંદન !
પ્રફુલ્લ પંડ્યા
આભાર પ્રફુલ્લભાઈ
મ્રુત્યુ વિશે નુ પણ આવુ સરસ કાવ્ય આજે માણ્યુ ખુબ ગમ્યુ
આભાર છબીલભાઈ
મૃત્યુ વિશે પ્રતીકાત્મક વાત સરસ રીતે રજૂ કરી છે.જે અંદરની હલચલ છે એ બધી એની જ…આ વાત સ્પર્શી ગઈ.ખૂબ ખૂબ અભિનંદન.
આભાર દિલીપભાઇ
વાહ સુંદર રચના લતાબેન
આભાર દિનેશભાઇ
મૃત્યુ વિશેની સભાનતા ગમી 🪷👍
આભાર રેખાબા
આપે કવિતામાં મૃત્યુની નવી વ્યાખ્યા આપી.. અદ્ભૂત.
આભાર મેવાડાજી
મૃત્યુ વિષયક આ રચના સૌને વિચારતા કરી મૂકે એવી જણાઈ છે.
આભાર મીનલબેન
ખૂબ જ હૃદય સ્પર્શીશ શબ્દો…..
આભાર અતુલભાઈ
વાહ ખુબ સરસ મૃત્યુ સાથે સીધો સંવાદ
આભાર અતુલભાઈ