ઉમેશ જોષી ~ બાળગીત વાદળ * Umesh Joshi

વાદળ
કાળું વાદળ, ધોળું વાદળ,
લાગે કેવું ભોળું વાદળ;
ઝરમર ઝરમર વરસ્યું વાદળ,
વાદળ વચ્ચે તરસ્યું વાદળ.
નભને દરિયે તરતું વાદળ,
વીજ ચમકારે હસતું વાદળ;
હાંડો ગાગર ભરતું વાદળ,
મારા ફળિયે રમતું વાદળ..
અનરાધાર વરસતું વાદળ,
દેશવિદેશ ફરતું વાદળ
વાદળ વાદળ ઓ રે વાદળ,
મારે હાથ આવ રે વાદળ.
~ ઉમેશ જોષી
સરળ જણાતા ગીતની જ બાળકોને ખૂબ મજા હોય છે અને બાળકો માટે કામ કરતાં તમામ સર્જકને બિરદાવવા જોઈએ. આ પાયાનું કામ છે.
વાહ ખુબ સરસ વાત અભિનંદન
વાહ, ઉમેશભાઈ વાહ
સરળ શબ્દો એ બાળકાવ્યની આગવી વિશેષતા છે. બાળકોને મજા પડે એવી રચના. અભિનંદન.
આભાર લતાબહેન..
સુંદર મજાનું વાદળગીત.