હર્ષદ ત્રિવેદી ~ સાંજના સુમારે * Harshad Trivedi * સ્વર : Prachi Shah

સાંજના સુમારે ~ હર્ષદ ત્રિવેદી
હવે મળશું તો સાંજના સુમારે
આથમતો સૂરજ હો આછો હો ચંદ્રમા, અવનિના એવા ઓવારે…..
પગલાંમાં સ્હેજે ઉતાવળ ના હોય અને અમથોયે ના હો ઉચાટ
એવો ઉમંગ ચડે દિલને દુવાર, જાણે ઝૂલ્યાં હિંડોળા-ખાટ
ચાંદનીના પડછાયા આંખોમાં વિસ્તરતા, ઝાળઝાળ અગનિને ઠારે….. હવે
પોતાની આંખોમાં સુખનો સૂરજ લઉં, પંખીઓ ફરવાનાં પાછાં
એકાદી ડાળે કોઈ એકાદા માળામાં, ઊતરશે અંધારા આછાં
આપણે તો ખીલવાનું મોગરાની જેમ અને રહેવાનું ક્યારાની ધારે …. હવે
~ હર્ષદ ત્રિવેદી
રળિયામણી અને શીળી ચાંદની જેવી કલ્પના…
સ્વર: પ્રાચી શાહ સ્વરાંકન : અમર ભટ્ટ
પ્રાચી શાહનો સ્વર ,અમર ભટ્ટનું સ્વરાંકન અને હર્ષદ ત્રિવેદીના શબ્દોની ત્રિવેણીમાં ભાવવાહી સ્નાન કરીને મને પ્રસન્નતાનું ધ્યાન લાગી ગયું હતું. સ્વર શબ્દ અને સંગીતનું અત્યંત ઋજુ ભાવસંવેદન શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી ડોલાવી મૂકવામાં સફળ રહ્યું છે.ત્રણેય સર્જકોને મારા અભિનંદન સાથે પ્રણામ.
ખુબ સરસ કાવ્ય સ્વરાંકનપણ માણવા લાયક
રચના સરસ, સ્વરાંકન ગવાયું પણ સરસ.અભિનંદન.
ખૂબ આભારી છું.
આનંદ છે હર્ષદભાઈ.
“આપણે તો ખીલવાનું મોગરાની જેમ અને રહેવાનું ક્યારાની ધારે !”
વાહ. જીવનના સંયમનો સૉનેટમય સાર…. સભર ગીતમાં સ્વરાંકન અને સૂરની સહજ સરળ હળવાશ (મોઘમ મીઠાશ) અનેરી મસ્તીમાં લીન કરી જાય છે. ત્રિવેણી સંગમના કલાવિદોને અભિનંદન.
કાવ્યવિશ્વની આવી વિવિધ જહેમતનો જય હો. ગમ્યું. આનંદઆનંદ.
આભાર દાનભાઈ
I have Listened to this Absolutely outstanding Rendition by all the 3 Creative Geniuses namely Shree Harshadbhai,Amarbhai,Prachiben so many times & still Enjoy Every Day.My HEARTIEST congratulations to all the 3 Artists.