શૂન્ય વિશેષ ~ કોઈ હોના તો ચાહીએ ! 

વર્ષ બરાબર યાદ નથી પણ ઘટના એવી હતી કે ભટ્ટવાડી, લક્ષ્મીબાગ હોલમાં બઝમે-સુખન, પ્રવીણચંદ્ર રૂપારેલ યોજિત મુશાયરો યોજાયો હતો. હું પણ ગયો હતો. કારણ કે શૂન્યભાઈ હતા. તેમને સાંભળ્યા પછી લથડેલી તબિયત સારી થઈ ગઈ હતી. લગભગ ચાર દિવસ પછી શૂન્યભાઈને મળવાનું થયું હતું. વાત વાતમાં મેં કહ્યું હતું કે સૈફભાઈનું સંચાલન સરસ હતું અને ‘મરીઝ’ને ગુજરાતના ગાલિબ તરીકેની પિછાણ શ્રોતાજનોને સૈફભાઈએ આપી હતી. મેં પૂછ્યું,

‘શૂન્યભાઈ તમને કોની સાથે સરખાવી શકાય ?’

ત્યારે એટલો જ ઉત્તર મળ્યો કે, “સામને કોઈ હોના તો ચાહિયે ?”

કેટલી ભરપૂર ખુમારી ! આવું વાક્ય શૂન્ય જ કહી શકે.

કવિ શૂન્ય પાલનપુરીની જન્મશતાબ્દી ચાલી રહી છે. એમને સ્મરણ વંદના.

~ શૈલ પાલનપુરી

OP 5.7.2022

***

સાજ મેવાડા

23-08-2022

વાત સાચી છે, જે શાયર બેજોડ ગણાય, તે આમ જ બોલે.

છબીલભાઈ ત્રિવેદી

05-07-2022

શુન્યપાલનપુરી અે ગુજરાતી ગઝલ ના ઉતમ રચીયતા છે તેમની રચનાઓ સાંભળવી ગમે તેવી હોય છે ખુબ સરસ માહિતી આપી આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: