ડો. કલામની કલમે કવિતા Dr. Abdul Kalam

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઇલમેન ડો. અબ્દુલ કલામ એક રોકેટવિજ્ઞાની તો હતા જ, સાથે સાથે એક કવિદિલ ઇન્સાન પણ હતા ! તેમને ડાયરી લખવાની આદત હતી અને ખાસ પળોમાં તેમની કલમથી કવિતા ટપકી જતી. અલબત્ત તેમણે કોઈ કાવ્યસંગ્રહો નથી આપ્યા. એ રીતે તેઓ કવિ નહોતા પણ તેઓ કવિહૃદય જરૂર હતા એટલે કોઈ સંવેદનશીલ પળોમાં તેમની કલમ કાવ્યસ્વરૂપે ચાલવા માંડતી. એમની ડાયરીમાં એમણે પોતે લખેલી પંક્તિઓ છે તો સાથે સાથે એમને ગમતી કાવ્યપંક્તિઓ પણ તેમણે નોંધી છે. એમની કાવ્યપંક્તિઓ કોઈ સંદર્ભ વગર ન જ માણી શકાય એટલે જે સંજોગોમાં એ પંક્તિઓ આવી છે એની સાથે એને જુઓ.     

@@@

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વૈજ્ઞાનિક મિસાઈલમેન ડો. અબ્દુલ કલામ ISROમાં SLV3ની ટીમનું નેતૃત્વ સંભાળતા હતા ત્યારે તેઓના શબ્દો છે, “સમગ્ર સ્વાવલંબન અને સ્વદેશી ઉત્પાદન ધીમે ધીમે આવતું ગયું. તકલીફો ઓછી નહોતી. અમે બધા જાતે જ તાલીમ મેળવતા ઇજનેરો હતા. વર્ષો પછી એમ લાગે છે કે SLV વિકાસને અમારું આ બિનતાલીમી શક્તિ, ચારિત્ર્ય અને સમર્પિતતાનું મિશ્રણ અનુકૂળ હતું. સમસ્યાઓ તો નિયમિત રીતે અને સતત આવ્યા જ કરતી પણ મારી ટુકડીના સભ્યોએ કદી પણ મારા ધૈર્યની કસોટી ન કરી.” અને તેમણે ડાયરીમાં લખ્યું,   

Beautiful hands are those that do

Work that is earnest and brave and true

Moment by moment

the long day through.  

P.73

@@@

If you want to leave your footprints

On the sands of time

Do not drag your feet.

P 76

@@@

આ ઘટના છે, ડો. અબ્દુલ કલામ દિલ્હીમાં સંરક્ષણ મંત્રીને મળવા ગયા ત્યારની. છેલ્લા છ મહિનાના સખત પરિશ્રમનો એમને મંત્રી તરફથી યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો. મિટિંગ પછી સવાર સુધી તેમણે કામ કર્યું અને અચાનક સવારના નાસ્તાના ટેબલ પર એમને યાદ આવ્યું કે સાંજે તો એમની ભત્રીજી ઝમીલાના લગ્ન હતાં અને એમણે રામેશ્વરમ પહોંચવાનું હતું! મદ્રાસ-મદુરાઇ વચ્ચે પ્લેનવ્યવહાર નહોતો. તેમને થયું કે ‘કુટુંબ પ્રત્યેની ફરજો ભૂલવી શું યોગ્ય હતું ?’ તેમણે નાસ્તો પૂરો કર્યો અને ફરી મંત્રીશ્રી સાથેની મિટિંગ માટે નીકળ્યા. મંત્રીશ્રીને ડો. અબ્દુલ કલામના સામાજિક પ્રસંગની ખબર પડી અને તેમણે એમના માટે એરફોર્સના હેલિકોપ્ટરની વ્યવસ્થા ગોઠવી દીધી જેથી તેઓ સાંજે લગ્નપ્રસંગમાં પહોંચી શકે ! છેલ્લા છ માસના અથાક કામનું જાણે આ ઈનામ હતું! મદ્રાસ તરફ ઉડતા ડો. કલામે બોર્ડિંગ પાસની પાછળ લખ્યું,

Who never climbed the weary league –

Can such a foot explore

The purple territories

On Rameswaram’s shore? – P. 117

@@@

વિવિધ કાર્યકેન્દ્રોમાં પૂરાં પાંચ વર્ષોની સતત અને સખત મહેનત પછી 22મી મે 1989ના રોજ સવારે સાત વાગીને દસ મિનિટે જ્યારે ‘અગ્નિ’ મિસાઈલે આકાશમાં ઉડ્ડયન કર્યું ત્યારે એમના જીવનની એ અદભૂત પળ હતી. ડો. કલામ લખે છે કે એ ભવ્ય ઉડ્ડયનની માત્ર છસ્સો સેકન્ડે એક પળમાં અમારો સમગ્ર થાક ધોઈ નાખ્યો ! અને એ રાત્રે ડો. કલામે પોતાની નોંધપોથીમાં લખ્યું,

Do not look at Agni

as an entity directed upward

to deter the ominous

or exhibit your might;

It is fire

in the heart of an Indian.

Do not even give it

the form of a missile

As it clings to be

burning pride of this nation

and thus is bright.  P. 152

@@@

1990ના પ્રજાસત્તાકદિને ડો. અબ્દુલ કલામ અને ડો. અરુણાચલમને ‘પદ્મવિભૂષણ’ ખિતાબ અર્પવામાં આવ્યો. એમની સાથે એમના બીજા બે સાથીઓને પણ ‘પદ્મશ્રી’થી નવાજવામાં આવ્યા. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના હતી કે જ્યારે એક જ સંસ્થા સાથે સંકળાયેલા અનેક વિજ્ઞાનીઓને આવા ઉચ્ચ એવોર્ડ આપવામાં આવ્યા. ડો. કલામ લખે છે કે મોટાભાગના વિજ્ઞાનીઓ અને ઇજનેરો પરદેશમાં પૈસા કમાવાની તક મળ્યે પોતાનો દેશ છોડી દે છે. એમને નાણાકીય લાભો ઘણા મળે છે પણ પોતાના દેશવાસીઓ દ્વારા મળતા પ્રેમ અને સન્માન આગળ તે ન આવી શકે. મૌન ચિંતનમાં ગરકાવ ડો. કલામને સ્મૃતિઓ ઘેરી વળે છે અને તેમની કલમમાંથી આ શબ્દો ટપકે છે.

Away! fond thoughts, and vex my soul no more!

Work claimed my wakeful nights,

my busy days Albeit brought memories of Rameswaram shore

Yet haunt my dreaming gaze!  P. 160

@@@

પોતાની નિવૃત્તિ પછી તેઓ વંચિત બાળકો માટે શાળા શરૂ કરવાની ઇચ્છા ધરાવતા હતાં. પ્રા. રામારાવ સાથે તેમણે આ અંગે નિર્ણય પણ લીધો. તેઓ માનતા હતા કે કેટલાક ચોક્કસ કાર્યો કરવા કે ચોક્કસ પ્રગતિ કરવી એ ગમે તેટલું મહત્વનું હોય કે ગમે તેટલું પ્રભાવક હોય પણ એ કંઇ સમગ્ર જીવન ન હોઇ શકે. જો કે તેમણે એ યોજના પડતી મૂકવી પડી કેમ કે ભારત સરકારે તેમને નિવૃત્ત ન થવા દીધા. એ પછી ડો. કલામે પોતાના સ્મરણો લખવાનું નક્કી કર્યું. એમને એ સંદેશ આપવો હતો કે કોઈપણ વ્યક્તિ, એ ભલે તે ગરીબ, વંચિત કે નાની હોય – ક્યારેય જીવન વિષે હતાશા સેવવાની જરૂર નથી. સમસ્યાઓ તો જીવનનો ભાગ છે. પીડા કે સહન કરવું તે તો સફળતાનું સત્ત્વ છે. ઈશ્વર તેમની સાથે છે.  

God has not promised

Skies always blue,

Flower-strewn pathways

All our life through;

God has not promised

Sun without rain,

Joy without sorrow,

Peace without pain. P.167

But God has promised

Strength for the day,

Rest for the labour

Light for the way.  P.167

@@@

ડો.અબ્દુલ કલામ લખે છે કે આજના યુવાનોએ પોતાની જાતને રિવાજો, પરંપરા અને શિષ્ટાચારથી પરિચિત રાખવા જોઈએ. એમણે આત્મગૌરવ હણતી જીવનશૈલીને ભૂલતાં કે નકારતાં શીખવાનું છે. માત્ર ભૌતિક પરિગ્રહ તથા ઇનામો માટે કામ કરવાની સંસ્કૃતિનો ત્યાગ કરવાની જરૂર છે. ડો. કલામને અહમદ જલાલુદ્દીન કે ઇયાદુરાઇ સોલોમન જેવા લોકો યાદ આવે છે કે જેઓ કશા પણ આધાર વિના સલામતી અનુભવતા હતાં અને અંતરાત્મામાંથી બળ મેળવતા હતાં. અને તેઓ લખે છે,

On the coast of Coromandel

where the earthy shells blow,

In the middle of the sands

Lived some really rich souls.

One cotton lungi and half a candle

One old jug without a handle

These were all the worldly possessions

of these kings in the middle of the sands.  175

@@@

પોતાની આત્મકથાના અંત ભાગમાં તેઓ લખે છે કે ‘હું કાંઇ તત્ત્વજ્ઞાની નથી. હું તો ટેકનોલોજીનો માણસ છું. આખું જીવન રોકેટ વિજ્ઞાન શીખવવામાં ગાળ્યું છે. મને સંકુલ વ્યાવસાયિક જીવનને સમજવાની તક મળી.’ અને તેમણે પોતાના અનુભવોનો નિચોડ આ પુસ્તકમાં ઠાલવ્યો છે.

My worthiness is all my doubt –

His merit- all my fear –

Contrasting which my quality

Does however – appear. P. 177

@@@

અને આત્મકથાના અંતમાં – પ્રથમ ‘અગ્નિ’ના ઉડ્ડયનથી પૂરા થતા સમય સુધીની આ કથા છે. આ મહાન દેશ બધા ક્ષેત્રોમાં મોટી હરણફાળ ભરશે. આ એ છોકરાની કથા છે જેણે તેના ભાઈને મદદરૂપ થવા છાપા વેંચ્યા….. આ કથા મારાથી જ પૂરી થશે કેમ કે દુન્યવી સંબંધોમાં મારો કોઈ વારસ નથી. મેં કશું એકઠું કર્યું નથી, મેળવ્યું નથી, બાંધ્યું નથી. નથી કુટુંબ, પુત્ર કે પુત્રીઓ. અને એમના આ શબ્દો

I am a well in this great land

Looking at its millions of boys and girls

To draw from me

The inexhaustible divinity

And spread His grace everywhere

As does the water drawn from a well. P. 177

કાવ્યપંક્તિઓ >  ‘Wings of Fire : An Autobiography’ ~ A P J Abdul Kalam 

OP 3.6.2022

*****

રેણુકા દવે * 04-06-2022 * ખૂબ સરસ માહિતી પૂર્ણ લેખ 👌🏻
કલામજીના વ્યક્તિત્વનું સરળ સહજ આલેખન.

છબીલભાઈ ત્રિવેદી * 03-06-2022 * સલામ કલામ સાહેબ ખરેખર અેક જિંદાદિલ ઈન્સાન

4 Responses

  1. હરીશ દાસાણી.મુંબઈ says:

    ડો.કલામ પાસેથી મળતી આ નોંધ સંદર્ભ સહિત વાંચીએ ત્યારે એક સહ્રદય અને સંવેદનશીલ વૈજ્ઞાનિક ઉપરાંત તેમનો માનવીય અભિગમ પ્રત્યક્ષ થાય છે.

  2. આજે કાવ્યવિશ્ર્વ ના માધ્યમથી અેક નવાજ કલામ ના દર્શન થયા ભારત ને અટલજી, કલામ જેવા કવિ હ્રદય મહા માનવો મળ્યા અભિનંદન

  3. Minal Oza says:

    કલામ સાહેબને સલામ. લતાબહેને કલામ સાહેબની આવડત કરાવી આપણને ઉપકૃત કર્યાં છે. આભાર.

  4. 'સાજ' મેવાડા says:

    ડો. અબ્દુલ કલામ જેવા વિજ્ઞાનિક, માનવ, પ્નેસિડેન્ટ, શિક્ષક મળવા એ ભારત દેશ માટે ખૂબ જ ગૌરવની વાત છે.

Leave a Reply to Minal Oza Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: