વાકા – કિશોરસિંહ સોલંકી

વાકા – કિશોરસિંહ સોલંકી 

પ્રારંભકાળે જાપાનીઝ કાવ્યો ‘વાકા’ તરીકે ઓળખાતાં. ‘વાકા’નો અર્થ જ જાપાનીઝ કાવ્ય’ થાય છે. ચીનની કાવ્યશૈલીથી વિખૂટા પડીને જે જાપાનીઝ કવિઓએ કાવ્ય સર્જન કર્યું તેમણે તેને ‘વાકા’ કહ્યું. સાતમી સદીના કવિ-વિવેચકો દૃઢપણે માનતા કે જાપાનીઝ સંવેદના ચાઈનીઝ કાવ્યોમાં કંડારી શકાય તેમ નથી માટે તેમણે પોતાની આગવી ઓળખ પ્રસ્તુત કરતાં ‘વાકા’ને સહર્ષ વધાવ્યાં. લગભગ હજાર વર્ષ પહેલાં કી-નો-ત્સૂરાયુકી નામના કવિ લખે છે; જાપાનની કવિતા(ઉતા)નાં મૂળ માનવહૃદયમાં વિસ્તરીને સંવેદનાઓના સિંચનથી તે અગણિત પર્ણોની જેમ શબ્દો રૂપે અંકુરિત થાય છે.’ કાવ્યને અહીં ‘ઉતા’ તરીકે સંબોધતા કવિ ‘વાકા’ની વાત કરે છે. જાપાનીઝ ભાષા મૂળ ચાઈનીઝ ભાષા પરથી બનેલી હોઈ, પાંચમીથી સાતમી સદી દરમિયાન એટલે કે ભાષાના સંક્રાંતિકાળ દરમિયાન વાકા’ સ્વરૂપ ‘ઉતા’ (પ્રતિષ્ઠ ચાઈનીઝ) તરીકે પણ ઓળખાતું.

(ડૉ. કિશોરસિંહ સોલંકી – જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઇન્કા’)

સૌજન્ય : કવિલોક 

OP 10.2.2022

છબીલભાઈ ત્રિવેદી

10-02-2022

વાકા, જાપાની કાવ્યો વિશે ખુબજ રસપ્રદ માહિતી આપી ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: