ચંદ બારોટ વિશે સ્વામી સચ્ચિદાનંદજી

ત્યારે હું કાશીમાં ભણતો અને સમાચારપત્રો વાંચતો મને પૃથ્વીરાજ ચૌહાણનો કવિ ચંદ બારોટ યાદ આવ્યો. જ્યારે અફઘાનિસ્તાનનો શાહબુદ્દીન ઘોરી દિલ્હીની ભાગોળે સેના ખડકી રહ્યો હતો ત્યારે કવિ ચંદે પૃથ્વીરાજને વારંવાર ચેતવ્યો હતો, પણ પૃથ્વીરાજ સંયુક્તા સાથે રંગરેલિયાં મનાવવામાં ગળાડૂબ હતો. તે ચંદની દખલગીરીથી ચિઢાઈ ગયો હતો અને તેણે ચંદના મહેલમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો. તે રંગરેલિયાંમાં ગળાડૂબ હતો. ચંદ્રે પ્રતિબંધની પરવા કર્યા વિના મહેલની પાછળ જઈને પૃથ્વીરાજને જગાડવા બૂમો પાડવા માંડી હતી. અંતે પૃથ્વીરાજની આંખ ઊઘડી અને તે સંયુક્તાના મોહમાંથી બહાર નીકળીને યુદ્ધે ચઢ્યો, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. આ યુદ્ધમાં પૃથ્વીરાજ હરાયો, કેદ પકડાયો, તેની આંખો ફોડી નાખવામાં આવી અને પછી હત્યા કરી નાખવામાં આવી. છેવટે ચંદ બારોટ, પૃથ્વીરાજને મળવા અફઘાનિસ્તાન ગયેલો ત્યારે પૃથ્વીરાજને પારાવાર પસ્તાવો થયો હતો. બંને પરસ્પર ભેટીને રડી પડ્યા હતા. ચંદ બારોટની કદર તરીકે અમે અમારા આશ્રમમાં ચંદ બારોટની પ્રતિમા મૂકી છે. રાષ્ટ્રને ઘોર વિપત્તિઓમાંથી જાગૃત કરનારને હંમેશાં યાદ કરવા જોઈએ. દાન-દક્ષિણા માટે હંમેશાં મીઠાંમીઠાં વખાણ કરનારા બારોટો કરતાં આ બારોટ જરા જુદો જ હતો. પૃથ્વીરાજની નારાજગીની પરવા કર્યા વિના તેણે અળખા થઈને તેને જગાડવાના પ્રયત્નો કર્યા હતા. ધન્ય છે ચંદ બારોટને !

સ્વામી સચ્ચિદાનંદજી

OP 2.1.2022

દીપક વાલેરા

02-10-2022

Great

સાજ મેવાડા

02-01-2022

કવિઓ નું આવું કામ ખૂબજ જરુરી છે, ચંદ બારોટનો આ ઉત્તમ સર્વોપરી દાખલો છે. ઘણા હિંદુ અને મુસ્લિમ કવિ/શાયરોએ ભારતની આઝાદીની ચળવળમાં આવું કામ કર્યું છે, એ યાદ આવે છે.

છબીલભાઈ ત્રિવેદી

02-01-2022

ચંદબારોટ વિશે સ્વામી સચીદાનંદજી દંતાલી વાળા નુ નિવેદન ખુબ અભિનંદન ને પાત્ર છે પહેલા ના વખત મા રાજા ઓને સાચી વાત ચારણો, બારોટ, બ્રાહ્મણો કહી શકતા અને રાજા ઓ તેમની વાત પણ માનતા આ લોકો ફક્ત માગણો ન હતા પરંતુ સલાહકારો હતા આપે ખુબ સારો લેખ મુકી ને યુવા પેઢી ને આવી બાબતો ની જાણકારી આપી છે મારા ખુબજ પ્રિય લેખક છે સ્વામી સચીદાનંદજી વંદન આભાર લતાબેન

રેખાબેન ભટ્ટ

02-01-2022

નવું વર્ષ શરુ થયું. કાવ્યયાત્રા અવિરત ચાલી છે. કવિતાઓ ગમે છે તેમને બસ કાવ્યવિશ્વ…..એક મનગમતું page……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: