જગદીશ જોષી ~ પારિજાત Jagdish Joshi
તારા ખોબામાં પારિજાત હશે
એમ માની હું પાસે આવ્યો.
પણ તારા ખાલી ખોબામાં
ઝાકળના બિંદુનોય કંપ નહોતો.
થોર જેવી તારી હથેલીમાં
સ્પર્શનું પંખી ટહુકવાનું ભૂલીને
સૂનમૂન પડ્યું હતું.
તારી કનેથી
પાછો વળી જોઉં છું તો
મારી એકલતાનું વૃક્ષ
પારિજાત ઝરે છે
~ જગદીશ જોષી
Very Good Poem
ખૂબ સરસ અછાંદસ, શું માન્યું હોય અને શું નિકળે?
સરસ મજાનું કાવ્ય ખુબ ગમ્યું અભિનંદન
અપેક્ષાઓ કોરી નિકળે , અનપેક્ષા સદા લીલીછમ !