દિનેશ ડોંગરે ‘નાદાન’ ~ વાસંતી વૃક્ષનું ગીત Dinesh Dongre

પીળા પચ ગાભાઓ ઉતારી ઝાડવે, પહેર્યા છે લીલાછમ વાઘા,
મનમૂકી લૂટાવે મઘમઘતી મ્હેંક, ખીલ્યાં છે ચોમેર ફૂલ તાજાં…..   

સજી ધજીને એમ ઉભુ છે ઝાડ જાણે નવી નવેલી દુલહન,
લહેરાઈ જવું કે શરમાઈ જવું મનમાં છે મીઠી મુંઝવણ,
ઉદાસી ખંખેરી આજ ચારેકોર પ્રકૃતિ  વગાડે  વાસંતી વાજા….  

રાજવીને માથે મુગટ હોય એમ ઝાડવાંનો અનેરો થાટ,
વાયરાને અડીને ઝુલતી ડાળીઓ જાણે કે હિંડોળાખાટ,
એક એક પાંદડાનું એક એક સપનું ને સપનામાં પાંદડુંએ રાજા……

~ દિનેશ ડોંગરે ‘નાદાન’

ગઝલના સુકાળમાં અછાંદસ અને ગીતો ખોવાઈ ગયા છે ત્યારે આવું સરસ પ્રકૃતિ ગીત મળે એનો આનંદ આનંદ   

7 Responses

 1. 'સાજ' મેવાડા says:

  વાહ, મિત્ર ‘નાદાન’ જીનું, સુંદર પ્રકૃતિ ગીત. એમની ગઝલો તો સરસ હોય જ પણ ગીતો પણ મજાનાં.

 2. kishor Barot says:

  સુંદર ગીત.

 3. સુંદર મજાનું પ્રક્રુતિ ગિત ખુબ ગમ્યું અભિનંદન

 4. રતિલાલ સોલંકી says:

  ખૂબ સુંદર લયબદ્ધ પ્રકૃતિ ગીત

 5. દિનેશ ડોંગરે નાદાન says:

  લતાબેનનો હૃદયપૂર્વક આભાર. નામી તેમજ નવોદિત તમામ કવિઓની માણવા જેવી કવિતાઓ રસીકો સુધી પહોંચડવાનુ ભગીરથ કાર્ય કરી રહ્યા છે.

 6. ચંદ્રશેખર પંડ્યા says:

  ગઝલનો સુકાળ …. 😄
  ખૂબ સુંદર ગાન … !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: