ધીરુબહેન પટેલ ~ શ્વાસનું સસલું Dhirubahen Patel

શ્વાસનું સફેદ સસલું
અંધારી ગુફામાંથી
ઘડી ઘડી
બહાર નીકળીને
સૂરજ સામે જુએ છે
પહાડી હવા સૂંઘીને
તરત પાછું અંદર ભરાઈ જાય છે
કોઈક દિવસ એવો આવે
એ અંદર ન પણ જાય
લીલોતરીની શોધમાં
મખમલી ડગલાં માંડતું
આખો ઢોળાવ ઊતરીને
ક્યાંક ખોવાઈ જાય
પછી
ખાલીખમ ગુફાનું શું થાય?
~ ધીરુબહેન પટેલ
પ્રિય ધીરુબહેનનો આજે 97મો જન્મદિવસ.
સંસ્મરણોનું ભાથું એટલું સમૃદ્ધ છે!
તમે હજી છો જ….
ખૂબ વ્હાલભર્યા વંદન ધીરૂબહેન.
ખુબ સરસ મજાની રચના કવિ શ્રી ને જન્મદિવસ ની સ્મૃતિ વંદના
શ્વાસના સફેદ સસલાનો સંદર્ભ સારો પ્રયોજો છે.
પ્રણામ
દિવંગત ધીરુબહેન ને સ્મૃતિ વંદન.