કિરણ જોગીદાસ ‘રોશન’ ~ ક્યાં ખબર Kiran Jogidas Roshan

ફૂલોની સાથે ખાર હશે,ક્યાં ખબર હતી!
વ્હાલપમાં છૂપો વાર હશે,ક્યાં ખબર હતી!

એણે દીધેલ ઘાવ રુઝાયા નથી હજી
સંજોગ ધારદાર હશે, ક્યાં ખબર હતી!

હોવાપણું આ કેવું! કે ઉંચકી શકો નહીં!
ખાલીપણાનો ભાર હશે, ક્યાં ખબર હતી!

કાંટા તો રાહમાં હતાં; ઘાયલ થયું હ્રદય,
મિત્રો જવાબદાર હશે, ક્યાં ખબર હતી!

લાગ્યું હ્રદય ભીતર છે સલામત ઘણું બધું
પણ ત્યાંય રાઝદાર હશે ક્યાં ખબર હતી!

જ્યાં રોગના ઈલાજની આશા હતી ઘણી
એ વૈદ્ય ખુદ બિમાર હશે, ક્યાં ખબર હતી!

પામ્યાના સુખથી પણ વધુ ખોયાનું દુખ રહ્યું 
એ જિંદગીનો સાર હશે, ક્યાં ખબર હતી!

~ કિરણ ‘રોશન’

સરસ ગઝલ

7 Responses

  1. વાહ ખુબ ધારદાર રચના ખુબ ગમી અભિનંદન

  2. Anonymous says:

    અભિનંદન…..

  3. ઉમેશ જોષી says:

    વાહ સકળ શેર રોચક છે.

  4. હરીશ દાસાણી says:

    ખાલીપણાનો ભાર હોવું બને-અભિવ્યકિત સુંદર
    .

  5. 'સાજ' મેવાડા says:

    કવિયત્રીની વેદના આજની ઘણી બહેનોને લાગું પડતી હોચ એવો સામાજિક મહોલ સર્જાયો છે.

  6. વહીદા ડ્રાઈવર says:

    સુંદર ગઝલ

  7. Gopal Vyas says:

    ખુબજ સરસ કૃતિ. જય હો!

Leave a Reply to Anonymous Cancel reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: