શિવજી રુખડા ~ ભૂલા પડ્યા Shivji Rukhada

આંગણામાં આપણે ભૂલા પડ્યા,
આપણામાં આપણે ભૂલા પડ્યા.

એક હળવી વાતને મોટી કરી
હુંપણામાં આપણે ભૂલા પડ્યા.

આમ તો ત્યાં એકલા ફરતાં હતાં,
પણ ઘણામાં આપણે ભૂલા પડ્યા.

રોજ દિવસ ધારવામાં જાય છે,
ધારણામાં આપણે ભૂલા પડ્યા.

તાર સીધા હોય તો ચાદર બને,
તાંતણામાં આપણે ભૂલા પડ્યા.

દ્વાર ઝાઝાની હવેલી આપણી,
બારણાંમાં આપણે ભૂલા પડ્યા.

~ શિવજી રુખડા

7 Responses

  1. બગસરા ના કવિ અને મિત્ર શિવજીરૂખડા ની રચના ખુબ ગમી ખુબ રૂબરુ સાંભળવા નો અવસર મળ્યો છે ખુબ ખુબ અભિનંદન

  2. ઉમેશ જોષી says:

    પ્રલંબ રદીફની સુંદર ગઝલ છે.

  3. ગુલામ અબ્બાસ નાશાદ says:

    સરસ ગઝલ

  4. હરીશ દાસાણી says:

    સુંદર ગઝલના શેર સમજવામાં ભૂલા ન પડતાં માત્ર માણીએ.

  5. 'સાજ' મેવાડા says:

    ટૂંકી બહર અને તેમાંય લાંબી રદીફ, વાહ! સરસ ગઝલ..

  6. વહીદા ડ્રાઈવર says:

    સુંદર રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: