🌹દિનવિશેષ 20 મે 2023🌹

🌹દિનવિશેષ 20 મે 2023🌹

www.kavyavishva.com
*ઝાંઝવા પણ પી લીધા તો એ પછી ડરવાનું શું, કે અભાવોથી હવે ઝાઝું સતાવી નહિ શકો. ~ સરલા સુતરીયા 

*આમ અમને આ ધરા નાની પડી ; ચંદ્ર પર ને મંગળે ઊડી ગયાં ~ દિલિપ ગજ્જર

*તમે મન ભરી મેઘ બની વરસ્યા રે ; તોય અમે તરસ્યા. ~ પિયુષ પંડ્યા ‘જ્યોતિ’ 

*કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા ; જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે. ~ કિસ્મત કુરૈશી

*ઢાળનું કારણ બહુ ગમતુ હતું ; એટલે આવી ગયા નીચાણ પર. ~ શિવજી રૂખડા ‘દર્દ’ 

*આધુનિકતા રાખો થોડી દાબમાં, શિશ ઉપરથી વહી પાણી જશે. ~દર્દ ટંકારવી

*દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે ; મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે ~ *શેખાદમ આબુવાલા
*હરિ! મને હુંપદ આપીને પુરુષાર્થી કર્યો ; વળી તમે પરમ પદ થઈ દીધી પ્યાસ: ~ *મુકુંદરાય પારાશર્ય

*प्रथम रश्मि का आना रंगिणि! तूने कैसे पहचाना? ; कहाँ, कहाँ हे बाल-विहंगिनि! पाया तूने वह गाना? ~ सुमित्रानंदन पंत

અને વિવેક ટેલર  

🙏 નોંધ: કવિઓના જન્મદિવસોનો આ વિભાગ અગાઉ રોજ બદલાઈ જતો. હવે અલગ પેજ બનવાથી એ સચવાઇ રહે છે, ગમે ત્યારે જોઈ શકાય છે અને like, પ્રતિભાવ પણ આપી શકાય છે. આભાર. ‘કાવ્યવિશ્વ’ના વોટ્સ એપ ગ્રૂપમાં આપ જોડાઈ શકો છો.🙏
‘કાવ્યવિશ્વ’.કોમ
પ્રારંભ 9 ઓક્ટોબર 2020

1 Response

  1. રેખાબેન ભટ્ટ, ગાંધીનગર says:

    સરલાબેન સુતારીયાને જન્મદિવસની શુભેચ્છાઓ 💐💐💐સરસ કાવ્યપંક્તિ 💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: