ઉમેશ પાસવાન : ચોકીદાર કવિ

કવિહૃદય એ ઈશ્વરીય ભેટ છે. એનો વ્યવસાય કોઈપણ હોઇ શકે. આપણે ડોક્ટર, એંજિનિયર, બેન્ક અધિકારી અને બીજા અનેક વ્યવસાયોમાં કામ કરતાં લોકોને કવિ તરીકે ઓળખીએ છીએ. બિહારના મધુબની જિલ્લામાં રહેતા ઉમેશ પાસવાન એવા કવિ છે જેમનો વ્યવસાય ચોકીદારીનો છે. આમ તો દરેકના ભાગે કોઈક ને કોઈક પ્રકારની ચોકીદારી લખાયેલી હોય છે પણ આ કવિ ખરા અર્થમાં યુનિફોર્મ પહેરી હાથમાં દંડો લઈને વોચમેનની ડ્યૂટી બજાવતા હોય અને એમને ત્યારે જ કવિતા સ્ફૂરતી હશે તો કેવું વાતાવરણ રચાતું હશે ?

કવિ ઉમેશ પાસવાને જોડકણા જેવું નથી લખ્યું. એમણે સારા કાવ્યો આપ્યા છે અને તેમના કાવ્યસંગ્રહ ‘વર્ણિત રસ’ માટે મૈથિલી ભાષાનો 2018નો સાહિત્ય અકાદમી યુવાગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 22 ભાષાઓમાં, 35 વર્ષથી ઓછી વયના સર્જકોને દર વર્ષે આપવામાં આવે છે.

ઉમેશ પાસવાન કહે છે, “અમે નવટોલી ગામના ચોકીદાર છીએ. ગામના માહૌલમાં જે જોઈએ છીએ, તે લખી નાખીએ છીએ. કવિતા મારા માટે ટૉનિક સમાન છે.”

વાહ !!

OP 4.1.2021

Purushottam Mevada, Saaj

13-04-2021

સેતુ માં કવિ શ્રી પાસવાન ની ઓળખ વાંચી આનંદ થયો. કવિતા કે અન્ય સાહિત્ય ફક્ત પંડિતોની જાગીર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: