ઉમેશ ઉપાધ્યાય ~ પળ લઈને Umesh Upadhyay

એક વીતી ચૂકેલી પળ લઈને
ક્યાં જવું આંખ આ સજળ લઈને.
રાહ જોઉં છું હમસફરની કો’
આવી જા ચાલવાનું બળ લઈને.
કૂચ આદરતો રહું સમય સામે,
રોજ તારાં સ્મરણનું દળ લઈને.
આજ કહી દીધું ગઝલથી ખાસ્સું,
શબ્દનું છાનું પીઠબળ લઈને.
બાળપણ વાવીને આવ્યો છું ત્યાં,
હુંય ખેતર ગયો તો હળ લઈને.
~ ઉમેશ ઉપાધ્યાય
ગઝલક્ષેત્રે આજે ઘણી કલમો સક્રિય છે. ઘણી કલમોમાં તેજ પણ છે. કવિતાની દિશા પકડનારા તરત ગઝલ તરફ જ આકર્ષાય છે અને કલમ માંડે છે…. મંચ પર એનું સામ્રાજ્ય વધતું જાય છે એ કારણે?
આનંદ છે કે કવિ ઉમેશ ઉપાધ્યાય અછાંદસ પણ લખે છે. એમની આ ગઝલમાં મને છેલ્લો શેર વિશેષ ગમ્યો. તમને?
ઉમેશ જોષીની ગઝલ સાદા શબ્દોમાં પણ ઘણું વ્યક્ત થાય છે. શબ્દનું પીઠબળ લઈને ખાસ્સું કહી દીધું. વાહ 👍🌹
વડોદરાના હોનહાર કવિ શ્રી ઉમેશ, ખૂબ જ સરસ ગઝલો અને માર્મિક અછાંદસ કાવ્યો પણ રચે છે. આ ગઝલ ખૂબ જ સરસ.
વાહ સરસ મજાની રચના છેલ્લો શેર ખુબ ગમ્યો અભિનંદન
ઉમેશ ખૂબ સુંદર ગઝલો લખે છે. પ્રસ્તુત ગઝલ એનું ઉદાહરણ છે.
નોખા મિજાઝનો ગઝલકાર
સારી ગઝલ. અભિનંદન.
ખૂબ સુંદર ગઝલ.અભિનંદન.
સરસ ગઝલ અભિનંદન
વાહહહહ, ખૂબ સરસ
Wahhhh
મસ્ત ગઝલ
આમ તો એકાદ બે શેર ચોટદાર હોય પણ દરેક શેર એક ટીસ મૂકી જાય એવું ભાગ્યે જ બને. મને મનોજ ખંડેરિયાની ગઝલો યાદ આવી ગઈ!ભાઈ ઉમેશને અભિનંદન.