પ્રવીણ ગઢવી ~ પડછાયો * Pravin Gadhvi

‘O, Wood Cutter,
Cut my Shadow.’

હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.

કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.

નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

‘O, Wood Cutter,
Cut my Shadow.’

~ પ્રવીણ ગઢવી

પીડા અને નકરી પીડા, સવર્ણો કુલડીમાં મોં નાખી શરમાય તોય ઓછું પડે. પરિસ્થિતી હવે ઘણી બદલાઈ છે તોય આ પીડાના મૂળ જે જીન્સમાં આવ્યા હોય તેને જતાં વાર લાગે જ….  

આવા વિષય પર આવી સરસ કવિતા આપનારા કવિ બાકીનું આયુષ્ય સ્વસ્થ જીવે, એમની કલમમાં તેજ રહે, એવી આજે એમના પંચોતેરમા જન્મદિવસે શુભકામનાઓ.

4 Responses

  1. Kirtichandra Shah says:

    કવિતા મજાની છે અને કવિને જન્મદિવસની વધાઈ c

  2. સંજય says:

    વાહ

  3. વાહ ખુબ સરસ કવિતા સાહેબ અમરેલી કલેકટર હતા ત્યારે રૂબરુ સાંભળવા નો અવસર મળ્યો હતો ખુબ સરસ મજાની રચના અભિનંદન

  4. 'સાજ' મેવાડા says:

    વાહ, આટલી સરસ રીતે દલિતો, વંચિતોની પીડાને અભિવ્યક્ત કરી કમાલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: