દાન વાઘેલા ~ માનવતાની હોળી
માનવતાની હોળી થઈ ગઈ;
ભૂખ ભટકતી ઝોળી થઈ ગઈ! ~ દાન વાઘેલા
કાગ બોલે એકલો ટગ ડાળમાં આ કાળમાં
પાંદડાં ફફડે હવા વિણ ફાળમાં આ કાળમાં
~ કિસન સોસા
જરા યાદ કરી જુઓ
છેલ્લે તમારા ખભા પર
કોઈના સ્પર્શનો માળો
ક્યારે રચાયો હતો? ~ ઘ્વનિલ પારેખ
દુનિયા આખી ચડી વિચારે માથા ફૂટશે કોના ?
એક દેહમાં ભેગા થઈ ગ્યા કવિ અને કોરોના !
કૃષ્ણ દવે
પંખીઓ ઊડી રહ્યા છે મોજમાં આકાશમાં
ના છે કાચ પાયેલી દોરીના આજે પાશમાં. ~ લતા હિરાણી
કર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે ડાકલાં કાળનાં બજ્યાં,
કોરોના આવતાં સૌએ ધંધાધાપા બધા ત્યજ્યા.~ જુગલકિશોર જે. વ્યાસ
ભટકતા લોક રસ્તા પર, લટકતો માસ્ક રાખે છે
ને કોરોનાને ‘આવી જા!’ કહીને બહુ સતાવે છે ~ રઈશ મનીયાર
‘લોકડાઉન લોકડાઉન’ ભજવાથી મળતું ના કંઈ, કહો ઘર મારું માળો. ~ રક્ષા શુક્લ
www.kavyavishva.com
🌹31 જાન્યુઆરી અંક 3-767🌹
રાતના જે બાળી દીધી લાગણી ; રાખ પાસે તાપવા બેઠો હવે. ~ ઉમેશ કવિ
મોબાઈલ આવ્યો હાથ એને, ભણતર બોજ લાગે છે ; સાચ્ચું કહું કે ખોટું? એને સમજણ બોજ લાગે છે. ~ દિનેશ પરમાર
પોતાની વાંસળી પોતે બજાવીએ ને રેલાવી દઈએ સૂર, ઝીલનારું એને ઝીલી લેશે, ભલે પાસે જ હોય કે દૂર ~ *મકરન્દ દવે
મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ; જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો. ~ *પ્રભુલાલ દ્વિવેદી
‘કાવ્યવિશ્વ’ : પ્રારંભ 9 ઓક્ટોબર 2020
પ્રતિભાવો