સંજય ચૌહાણ ~ જેવું Sanjay Chauhan
આંખમાં પલળ્યા કરે વ્યવહાર જેવું.
આ વખત લાગે નહીં તહેવાર જેવું. ~ સંજય ચૌહાણ
આંખમાં પલળ્યા કરે વ્યવહાર જેવું.
આ વખત લાગે નહીં તહેવાર જેવું. ~ સંજય ચૌહાણ
માનવતાની હોળી થઈ ગઈ;
ભૂખ ભટકતી ઝોળી થઈ ગઈ! ~ દાન વાઘેલા
કરશે સતત કાને ધસી ફરિયાદ, આ દિવસો તને
રહે એકવીસ વરસો લગી પણ યાદ, આ દિવસો તને. ~ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
* તમારી કલ્પનાથી હું ઘણી આગળ છું, ઓ બેટા! *
www.kavyavishva.com
પંખીઓ ઊડી રહ્યા છે મોજમાં આકાશમાં
ના છે કાચ પાયેલી દોરીના આજે પાશમાં. ~ લતા હિરાણી
દાઢીએ લટકે છે mask, હવે દાઢીએ લટકે છે mask! બે ગજની દૂરી! ક્યાં છે જરૂરી? એ વાર્તા તો થઈ ગઈ છે પૂરી! Vaccineમાં શ્રદ્ધા રાખી ના સ્હેજે કે જલ્સામાં ના કૈં સબૂરી ! કપમાં જરાક લઈ પીવાના જલ્સાનો મોંએ માંડ્યો...
હું ક્વોરન્ટાઇન થઈને પાછો આવ્યો છું
માસ્ક બધા ઉતારી દઈને પાછો આવ્યો છું
~ મણિલાલ હ. પટેલ
કાગ બોલે એકલો ટગ ડાળમાં આ કાળમાં
પાંદડાં ફફડે હવા વિણ ફાળમાં આ કાળમાં
~ કિસન સોસા
જરા યાદ કરી જુઓ
છેલ્લે તમારા ખભા પર
કોઈના સ્પર્શનો માળો
ક્યારે રચાયો હતો? ~ ઘ્વનિલ પારેખ
દુનિયા આખી ચડી વિચારે માથા ફૂટશે કોના ?
એક દેહમાં ભેગા થઈ ગ્યા કવિ અને કોરોના !
કૃષ્ણ દવે
કર્મક્ષેત્રે, કુરુક્ષેત્રે ડાકલાં કાળનાં બજ્યાં,
કોરોના આવતાં સૌએ ધંધાધાપા બધા ત્યજ્યા.~ જુગલકિશોર જે. વ્યાસ
ભટકતા લોક રસ્તા પર, લટકતો માસ્ક રાખે છે
ને કોરોનાને ‘આવી જા!’ કહીને બહુ સતાવે છે ~ રઈશ મનીયાર
પ્રતિભાવો